શ્રીમદ્‌ રાજચંન્‍દ્ર મિશન ધરમપુર દ્વારા કોરોનાના દર્દીઓ માટે વલસાડ જિલ્લાને દવાઓ અપાઇ

વલસાડ
સાંપ્રત કોરોનાની મહામારીમાં વલસાડ જિલ્‍લામાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે રાજયના વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયમંત્રીશ્રી રમણભાઇ પાટકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેકટરશ્રી આર. આર. રાવલ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર થકી સઘન પ્રયાસો થઇ રહયા છે.
આજરોજ કલેક્‍ટર કચેરી ખાતે મંત્રીશ્રી પાટકરને શ્રીમદ્‌ રાજચંન્‍દ્ર આશ્રમ ધરમપુર દ્વારા વલસાડ જિલ્‍લાના ગ્રામીણ વિસ્‍તારોમાં કોવિડ- ૧૯ ના સંક્રમણથી લોકોને બચાવવા કોરોનાના દર્દીઓ માટે રૂા. ૫૮ લાખની કોરોનાની દવાઓ જરૂરિયાતમંદો માટે આપવામાં આવી હતી. આ પ્રસંગ્રે વલસાડના સાંસદ ર્ડા. કે. સી. પટેલ, વલસાડ અને ધરમપુરના ધારાસભ્‍યો સર્વશ્રી ભરતભાઇ પટેલ અને અરવિંદભાઇ પટેલ, રાજચંદ્ર આશ્રમના ડૉ.બીજલ પટેલ તેમજ અગ્રણી મહેશભાઇ ભટ્ટ હાજર રહયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!