પારડી
ઊમરસાડી- માછીવાડ ગામના સમારભાઈ ભેંકાભાઈ ટંડેલ ( વાણિયા ફળિયા ) મચ્છી – મારી કરી પોતાના ધરનું ગુજરાન ચલાવે છે. તા- ૨૬/૩/૨૦૨૧ ના રોજિંદા કામધંધા મુજબ પોતાના માલિકીની હોડી ( નાવ ) લઇ સમુદ્રમાં મચ્છી પકડવા માટે નિકળી પડયા હતા.
મચ્છી પકડવાના બારા ( યાની મચ્છી પકડવા માટે જાળી નાંખવાનું સ્થળ ) સમારભાઈ જાળી નાંખવાના કામમાં મશગુલ થઇ ગયા. અચાનક દરિયાનો પ્રવાહ હોડીની આસપાસ ફરી વળયો અને જોતજોતામાં હોડી દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. બાજુનાં હોડીવાળાએ સમારભાઈને બચાવી લીધા હતા. હોડીની શોધખોળ કરી પરંતુ ન મળતાં ધરે પરત આવી ગયા હતા. બિજા દિવસે ગામના સાગરખેડુ હોડી મંડળના તમામ હોદ્દેદારો તથા ખલાસી ભાઈઓ શોધખોળ માટે દરિયામાં નિકળી પડયા હતા. આ રીતે સતત ૧૦ દિવસ સુધી શોધખોળ ચાલુ રાખી હતી. અંતે અગિયારમાં દિવસે હોડી મળી હતી. હોડી મળતાની સાથે જ તમામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હોડીની શોધખોળમાં અંદાજે ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ નો ખર્ચ થઈ ગયો હતો. સતત મહેનત કરતા સાગરખેડુ હોડી મંડળના સભ્યો તથા ખલાસીભાઈઓનો સમારભાઈના પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.