વલસાડના તિથલ રોડ હેપ્પીનેસની ગલીમાં આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટમાં દારૂ સાથે ચાલતી બર્થ ડે પાર્ટીમાં પોલીસે રેડ કરી: તેમની પાસેથી 40 હજાર રૂપિયાનો દારૂ મળયો: દારૂ પાર્ટીમાં યુવતીઓ પણ ઝડપાતા ચકચાર
વલસાડ
વલસાડના તિથલ રોડ ઉપર આવેલા સૂકૃતિ એપાર્ટમેન્ટમાં ચાલતી બર્થ ડેની દારૂ પાર્ટીમાં પોલીસ વિલન બનીને પહોંચી જતાં દારૂની મહેફિલ માણતા વલસાડ શહેરના મોટા ઘરના નબીરાઓ તથા યુવતીઓ મળીને કુલ ૧૪ની ધરપકડ કરાતાં વલસાડ શહેરમાં ચકચાર મચી ગઇ હતી. તેમની પાસેથી 40 હજાર રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતીઅનુસાર વલસાડ સીટી પોલીસની ટીમ રાત્રે નાઈટ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે વલસાડના તિથલ રોડ હેપ્પીનેસની ગલીમાં આવેલા સુકુતી એપાર્ટમેન્ટમાં બર્થ-ડેની દારૂ પાર્ટી ચાલતી હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરતા આ એપાર્ટમેન્ટમાં રહેતા ઉત્કર્ષ ગેહલોત તથા તેમના મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. જેમાં તિથલ રોડ અમરધામ સોસાયટીમાં રહેતા હર્ષ નવીનભાઈ ગડા, હાલર,ભવાની માતાના મંદિર નજીક મંગલ એપાર્ટમેન્ટમાં રહેતા દિપ વિજય કુમાર મોદી, વલસાડ તિથલ રોડ, જીનદર્શન નુતન સોસાયટીમાં રહેતો પલ્લવ જીતેન્દ્ર શાહ, વલસાડ તિથલ રોડ, શીલા પાર્કની બાજુમાં અમરધામ એપાર્ટમેન્ટમાં રહેતા ચિંતન નવીનભાઈ ગડા, આવાબાઈ હાઇસ્કૂલની સામે રુદ્રાક્ષ કોમ્પલેક્ષમા રહેતાં રૂષભ અજયભાઈ પુજારા, વલસાડ તિથલ રોડ, મણીનગર સોસાયટી, ઈચ્છાબા વાડીની બાજુમાં રહેતા ભાવીન પ્રવિણકુમાર લીમ્બાચીયા, વલસાડ હાલર સિવિલ રોડ શ્રી રંગ એપાર્ટમેન્ટની સામે રહેતા કેયુર અરૂણભાઇ પટેલ, વલસાડ ધમડાચી દેસાઈવાડમા રહેતા પ્રતીક હિમાંશુભાઈ દેસાઈ, તિથલ રોડ, અંકુર સોસાયટીમાં રહેતા ધ્રૂવાંગ જનક ગોકાર્ણી, સિવિલ રોડ જયરાજ પાર્કમાં રહેતા માનસી અને મૈત્રી ગહેલોત, હાલર રોડ, ભવાની માતાના મંદિર નજીક મંગલમ એપાર્ટમેન્ટમાં મહેતા ખુશી ઉફે ખુશ્બુ દિપ મોદી, અબ્રામા સાઈ મહેલ એપાર્ટમેન્ટમાં રહેતા સોનાલી રવિન્દ્ર કરજકર તમામ દારૂની મહેફિલમાં ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી 40 હજારનો દારૂ મળી આવ્યો હતો.
શ્રીમંત ઘરના પરિણીત યુગલો સહિત 14 યુવક-યુવતીઓ બર્થડે માં દારૂની મહેફિલ માણતાં ઝડપાયા જતાં વલસાડ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ પકડાયેલા નબીરાઓ પૈકી ઘણા પતિ પત્ની હોવાનું સામે આવ્યું છે.