ધાર્મિક દેખાવા કરતા ધાર્મિક બનવાની જરૂર છે.”-પ્રફુલભાઈ શુક્લ

પત્થરમાં જડ થઈ જનારા ધર્મ કરતા -ધર્મઇન એક્શન – કામ કરતા ધર્મની વધારે જરૂર છે.ધાર્મિક દેખાવા કરતા ધાર્મિક બનવાની જરૂર છે.” ઉપરોક્ત શબ્દો આજે ખેરગામમાં ચાલી રહેલી કોરોના મૃતકોને સ્મરણાર્થે ભાગવત કથામાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ ઉચ્ચાર્યા હતા.ફેસબુક ઓનલાઈન ચાલી રહેલી આ કથામાં આજે યશભાઈ હિમાંશુભાઈ દેસાઈ (અમલસાડ) ના ટેલીફોનિક સંકલ્પથી પૂજા અર્ચના કરવામાં આવી હતી.સ્વામિનારાયણ સ્કૂલ રામવાડી ધરમપુર થી શ્રી હરિવલ્લભ સ્વામીજી એ પધારી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે આજે રૂક્ષમ્ણી વિવાહ ઉત્સવ સદાઈથી ઉજવવામાં આવ્યો હતો.મિતેશભાઈ છનાભાઈ પટેલ (ગોરગામ,તીઘરા) ભગવાન કૃષ્ણની જાન લઈને આવ્યા હતા.જ્યારે રૂક્ષ્મણી પક્ષે પ્રિ.ભરતભાઈ સી.પટેલ (ખેરગામ) દ્વારા કન્યાદાન કરાયું હતું.માક્ષિત રાજ્યગુરૂ અને રાકેશ દુબે દ્વારા મંગલાષ્ટકના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.ગં. સ્વ: લીલાબેન પટેલ , અશ્વિનીબેન પટેલ , વિપુલભાઈ પટેલ અને મિત પટેલ દ્વારા ભાગવત દશાંશ હવન કરવામાં આવ્યો હતો.આજે કૃષ્ણવિદાયની કથામાં ભાવવિભોર દશ્ય સર્જાયું હતું.આવતીકાલે ગુરુવારે કોરોના મૃતકોને કથાનું પુણ્ય અર્પણ કરીને ભાગવત કથાને વિરામ આપવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!