વલસાડ
વલસાડ નજીકમાં આવેલા માલવણ ગામના નાનકડા ઘરમાં રહેતા પટેલ પરિવારના યુવકે પોતાની કોઠાસુઝથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ બંને સાધનોનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં અનેક ગેજેટ્સ બનાવ્યા છે. અને આ ગેજેટ્સ હાલમાં એન્જિનિયરિંગ કરનારા તમામ વિદ્યાર્થીઓને આકર્ષી રહ્યા છે તેની પાછળનું કારણ છે કે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પ્રકારના વિવિધ મોડેલ બનાવવાના આવતા હોય છે. અને તે પૈકીના કેટલાક મોડેલ્સ માલવણ ગામમાં રહેતા અક્ષય પટેલ નામના યુવાને બનાવ્યા છે.
અક્ષય પટેલ મૂળ વલસાડ તાલુકાના માલવણ ગામનો રહેવાસી છે. પોતે દાહોદ ખાતે ઈલેક્ટ્રીક એન્જિનિયરિંગ સાથે બીઈ કરી ચૂક્યો છે. અને હાલમાં તે એક કંપનીમાં ફરજ બજાવે છે પરંતુ નાનપણથી જ આ યુવકને અવનવી શોધ કરી કંઈક નવું નવું બનાવવાની તાલાવેલી લાગી હતી. નાનપણમાં પોતાની સાયકલમાં વિવિધ પ્રકારની લાઇટિંગની વ્યવસ્થા બનાવવાની કે લગાવવાની પ્રક્રિયાથી શરૂ થયેલી તેની આ કલા કારીગરી હાલમાં અનેક ગેજેટ્સ બનાવવા માટે પૂરતી છે. અત્યાર સુધીમાં તેણે વિવિધ પ્રકારના મોડેલ બનાવ્યા છે. સૌપ્રથમ તેણે 2017માં એ કેવા પ્રકારનું હેલ્મેટ બનાવ્યું હતું કે જેને પહેર્યા બાદ જ પોતાની બાઇક શરૂ થઈ શકતી હતી. જે બાદ તેણે ફાયર એક સ્ટેન્ડ યુસર બનાવ્યું હતું જે રિમોટ કંટ્રોલની મદદ થી ચાલતું હતું જ્યારે પણ કોઈક સ્થળે આગ જેવી ઘટના બને તો તેવા સ્થાન ઉપર જ્યાં મનુષ્ય જ ન શકતો હોય એવા સ્થળે આ પ્રકારનો રિમોટ કંટ્રોલથી ચાલતું રોબોટિક ફાયર આગ લાગવાના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી શકે છે. તો સાથે જ હાલમાં ગ્રાસ કટર તેમજ નાની સાયકલના ટાયરનો ઉપયોગ કરીને દવા છંટકાવનું મશીન એટલે કે હાલમાં સેનીટાઇઝર છંટકાવ કરવા માટે પણ ઉપયોગમાં આવે તેવું મશીન બનાવ્યું છે તો સાથે સાથે એવા પણ કેટલાક ગેજેટ્સ બનાવ્યા છે, કે જે વિજ્ઞાનને લગતા છે, જેનાથી વીજ પ્રવાહ ઉત્પન્ન કરી શકાય એટલે કે એવા પ્રકારનો હિચકો બનાવ્યો છે કે ઝુલો ખાતા ખાતા તમે બેટરી ચાર્જ કરી શકો એટલે કે પાવર જનરેટ કરી શકાય. આ પ્રકારના અનેક મોડલ અત્યાર સુધીમાં અક્ષય પટેલ બનાવી ચૂકયા છે.અને હજુ પણ તેની કામગીરી અવિરતપણે ચાલી રહી છે તેના આ મોડલ જોવા માટે આસપાસના સ્થાનિક યુવાનો તો આવે છે સાથે સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા અનેક યુવાનો તેની પાસેથી તેની આ કોઠાસૂઝ જોવા માટે આવતા હોય છે એટલું જ નહીં તેની આ કામગીરીમાં તેના પિતા પણ તેની મદદ કરે છે.
આમ વલસાડ નજીક આવેલા નાનકડા એવા માલવણ ગામમાં રહેતા અક્ષય પટેલ નામના યુવાને પોતાની મહેનત પોતાની આવડત અને કોઠાસૂઝથી અનેક પ્રકારના મોડેલ બનાવ્યા છે. અને જે હાલમાં અનેક યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર છે. હાલમાં સ્થિતિ કંઈક એવી છે કે અનેક એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા યુવાનો તેની પાસે આ પ્રકારના વિવિધ મોડેલ બનાવવા માટે પણ આવી રહ્યા છે.