આધુનિક ટેકનોલોજીનો કમાલ: વલસાડ ઓવરબ્રિજનું ૬ મહિનાનું કામ ૨૦ દિવસમાં પૂરું થશે.

વલસાડ
વડાપ્રધાન મોદીની સીધી દેખરેખ હેઠળ તૈયાર થઈ રહેલાં મુંબઈ-જવાહરલાલ નેહરુ પોર્ટથી દિલ્હી પાસે દાદરી સુધીની ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના બે નવા હેવી ટ્રેક્સ નાખવાનું કામ અતિ ઝડપે ચાલી રહ્યું છે. જેમાં વલસાડ રેલવે ઓવરબ્રિજ પાસે પહોળાઈ વધારવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને છ માસનું કામ વીસ દિવસમા પુરુ થવા જઈ રહ્યું છે જે અજબ ઘટના છે.

રેલવે એજન્સી દ્વારા માત્ર બે દિવસમાં ભારે ખોદકામ પૂરું કરી નીચે તૈયાર સ્લેબ નાખી પાયો તૈયાર કરાયો હતો. જે બાદ તેની ઉપર ૪૦થી વધુ ભારે ઊંચા ટ્વીન બોક્ષીસ જે અગાઉથી તૈયાર કરી રાખ્યા હતા એને હેવી ઊંચી ક્રેનથી ઉભા બેસાડી બે ગાળાનું ગરનાળું તૈયાર થઈ ગયું છે. હવે તેની ઉપર પાકુ બંધારણ કરી તેની ઉપર જ ડામરના રસ્તાનું કામ કરી દેવાશે. જે ૨૦ મી તારીખ સુધીમાં પૂરું કરવાનું સમયબધ્ધ આયોજન છે. જે સંપૂર્ણ થતા જુનની ૨૧મીની મધરાતથી બંધ રેલવે ઓવર બ્રિજ ફરીથી ધમધમતો થઈ જશે. આધુનિક ટેકનોલોજી દ્વારા દક્ષિણ ગુજરાતમાં આ રીતનો ટ્વીન બોક્સીસવાળો પ્રથમ ઓવરબ્રિજ બનાવાઈ રહ્યો છે. જે કામ પૂર્ણ કરતા ૬ મહિના લાગે એવું આ કામ માત્ર ૨૦ દિવસમાં પુરા થઇ જવાનું હોય લોકોમાં કાબિલેદાદ બની રહ્યું છે. ભવિષ્યમાં અન્યત્ર પણ આ ટેક્નોલોજીની મદદથી ઓવરબ્રિજ તૈયાર થાય તો લોકોને તકલીફો પણ ઓછી પડે અને ટૂંકા ગાળામાં ઓવરબ્રિજ તૈયાર થઈ જાય એમ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!