ન્યુયોર્ક: ન્યૂયોર્કની ૩૩ વર્ષીય મહિલા કાયલી ડેશેને ૨૮ ડિસેમ્બર ૨૦૨૦ ના દિવસે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યાંના પાંચ દિવસ બાદ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. તેની સાથે કાયલીએ હાલમાં બે દિવસનો છેલ્લો રેકોર્ડ સામેલ કરીને ત્રણ બાળકોના જન્મની વચ્ચે સૌથી ઓછા સમયનો રેકોર્ડ બનાવ્યો. ખાસ વાત એ છે કે ૨૨ અઠવાડિયાની ડિલિવરીમાં બાળકોના જીવિત રહેવાની સંભાવના ફકત ૯ ટકા હોય છે પરંતુ કાયલીના ત્રણેય બાળકો સ્વસ્થ્ય છે.૨૮ ડિસેમ્બર ૨૦૨૦ ના દિવસે કાયલીએ ૨૨ અઠવાડિયાની ડિલિવરી બાદ પહેલા બાળકને જન્મ આપ્યો. આ બાળકના જીવિત રહેવાની ઘણી ઓછી સંભાવના હતી. કાયલીના ગર્ભમાં બીજા બે શિશુ હતા જેને માટે ડોકટરોની ઈચ્છા હતી કે તેની ડિલિવરી વચ્ચે થોડા સમયને ગેપ રહે પરંતુ પાંચ દિવસ બાદ કાયલીને ફરી પ્રસવ પીડા ઉપડી જે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જયાં કાયલીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો.કાયલીએ જણાવ્યું હું ચાર વર્ષથી ગર્ભવતી થવાની કોશિશ કરતી હતી. ત્યાર બાદ અમે આઈવીએફ દ્વારા ગર્ભાધાન કરવાનો નિર્ણય લીધો. અમે બે બાળકો તો દત્ત્।ક લઈ રાખ્યાં છે પરંતુ અમે તેમને માટે બીજા ભાઈ બહેન ઈચ્છતા હતા. તેથી અમે આઈવીએફ દ્વારા બે ભ્રૂણ રાખવાનો નિર્ણય લીધો.
કાયલીએ જણાવ્યું કે અમને કહેવામાં આવ્યું કે જોડિયા બાળકોના જીવિત રહેવાની સંભાવના ૯ ટકા કરતા ઓછી છે. તેથી ત્રણ બાળકો જન્મશે તેવી સંભાવના ખુબ ઓછી હતી. તેણે કહ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન મને કહેવામાં આવ્યું કે તેમાં દ્યણું જોખમ છે તેથી એક બાળકને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે બે બાળકનો ગર્ભ પાડી દેવાની સલાહ આપવામાં આવી પરંતુ અમે ડોકટરની સલાહ ન માની અને ટ્રિપલ પ્રેગનન્સી ચાલુ રાખી.
તેણે આગળ કહ્યું કે ૨૨ મા અઠવાડિયા બાદ હું એનાટોમી સ્કેન માટે ગઈ જયાં બધુ સારુ હોવાનું જણાવાયું. પરંતુ તે જ સાંજે મને પ્રસવ પીડા ઉપડી અને મને ખૂબ બીક લાગી. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જયાં પહેલા બાળકનો જન્મ થયો. ત્યાર બાદ બે બાળકોના જન્મ માટે હોસ્પિટલમાં રોકાઈ પણ કંઈ ન થયું. પરંતુ પહેલા બાળકના જન્મના પાંચ દિવસ બાદ જોડિયા બાળકનો જન્મ થયો.