૧૭ સપ્ટેમ્બરે નર્મદા આરતી સહિતના પ્રોજેકટ લોકાર્પણ પાંચમી સપ્ટેમ્બરે સ્કુલ ઓફ એકસલન્સ કાર્યક્રમમાં આવવાની શકયતાઓ સાથે તડામાર તૈયારીઓ : નડા બેટ બોર્ડર પર નિર્માણ પામી રહેલ સીમા દર્શન પ્રોજેકટ સત્વરે પૂર્ણ થાય તે માટે પ્રવાસન મંત્રી દોડી જતા અહીની સંભવિત મુલાકાત માટે તખ્તો ગોઠવાઇ રહ્યો છે અફઘાની સરહદે તાલીબાનીઓ દ્વારા સર્જેલ આતંક બાદ સર્જાયેલ તણાવ ભર્યા વાતાવરણ સંદર્ભે દિલ્હી સતત ગુજરાત સાથે ચર્ચાનો દોર ચલાવે છે
રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા માસે ફકત ૧૨ દિવસમાં બે વખત ગુજરાતની મૂલાકાત કરે તેવી વ્યાપક સંભાવનાઓ ધ્યાને લઈ વડાપ્રધાન સુરક્ષા ચક્રથી માંડી તમામ સ્તરે તંત્ર ગળાડૂબ વ્યવસ્થા પાર પડયાનું સૂત્રો જણાવે છે,આ સંભવિત કાર્યક્રમ ૧૭ સપ્ટેમ્બર સાથે સાથે ૫મી સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં ટીચર દિવસ અંતર્ગત યોજાનાર સ્કૂલ ઓફ એકસલન્સ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની મુલાકાત લેનાર હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
એક અન્ય ચર્ચા મુજબ ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલ સુઈ ગામ તાલુકાના નડા બેટ બોર્ડર પર નિર્માણ પામી રહેલ સીમા દર્શન પ્રોજેકટને ટુરિઝમ તરીકે વિકસાવાય રહેલ કાર્ય પૂર્ણ થશે તો આ સ્થળની મુલાકાત પણ લેશે. વિકાસ કામોનું નિરીક્ષણ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા નિરીક્ષણ કરી ફાઈનલ ટચ ઝડપથી આપવા આદેશ કરતા વડાપ્રધાન આ સ્થળની મુલાકાતે આવી રહ્યાની ચર્ચાને વેગ મળ્યો છે. અત્રે એ યાદ રહે કે આ સ્થળ પરના રસ્તા નજીક લશ્કરનું અદભૂત પ્રદર્શન પણ ગોઠવવામાં આવનાર છે.
દરમિયાન સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ નર્મદા ઘાટની આરતી સહિતના મહત્વના પ્રોજેકટ અંતર્ગત ગોરા ખાતે અદભૂત ઘાટ બનાવીને ત્યાર કરવામાં આવ્યો છે. અફઘાની સરહદ પર તાલિબાની હરકતો બાદ અને ભારતમાં પણ જે રીતે તણાવ સર્જાયેલ છે તે ધ્યાને રાખી દિલ્હીથી વડાપ્રધાન સુરક્ષા માટે સ્પેશયલ પ્રોટેકશન ગ્રુપ દ્વારા તુરત ગુજરાતની મુલાકાત માટે આવવાનું હોવાનું ચર્ચાય છે.