બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ધરમપુરનાં વિજ્ઞાન કેન્દ્રને કેમ ખાલી કરાવી દેવાયું: કોને મોકલાયો હતો ઇમેઇલ?

ગુજરાત એલર્ટ । ધરમપુર
વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. કલકત્તાના વિજ્ઞાન કેન્દ્રની મુખ્ય ઓફિસ પર કોઈ પણ વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઇમેલ મળ્યા બાદ દેશભરના વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેને લઈ વલસાડના ધરમપુરના જાણીતા વિજ્ઞાન કેન્દ્ર પર પણ આજે સવારથી જ મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તા ઉપર ઠેર ઠેર પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.

ધરમપુરમાં પ્રથમ વખત વિજ્ઞાન કેન્દ્ર પર પોલીસ કાફલો જોતા લોકો પણ આશ્ચર્ય માં મુકાયા હતા. જો કે મળતી માહિતી મુજબ કલકત્તાના મુખ્ય વિજ્ઞાન કેન્દ્ર પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ મળ્યો હતો.

આ ઇમેલમાં કોઈ ચોક્કસ વિજ્ઞાન કેન્દ્રની તેની કોઈ સ્પષ્ટતા નહીં કરી હોવાથી દેશભરમાં આવેલા 25 વિજ્ઞાન કેન્દ્રને એલર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે તમામ જિલ્લાના પોલીસ વિભાગને વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા જાણ કરી હતી. જેને લઈ વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર પર પણ સવારથી જ પોલીસ પેહેરો ગોઠવાયો છે. સાથે જ વિજ્ઞાન કેન્દ્ર પરિસર અને આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્કવોડ સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી. સલામતીના ભાગરૂપે વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તાને પોલીસે બંધ કરાવ્યો હતો .જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. પરંતુ પોલીસ વિભાગે આ ધમકી ભર્યા ઈમેલને ગંભીરતાથી લઈ જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!