વટાર ગામના લોકોએ જિલ્લા કલેક્ટરની કામગીરી કેમ વખાણી કલેટરના બદલાવ સંદર્ભે ખુશી દર્શાવી સુધારો નહીં કરવા જણાવ્યું

વાપી તાલુકાના વટાર ગામના ગ્રામ પંચાયત વોર્ડમાં રોટેશન મુજબ જિલ્લા કલેક્ટરે ફાળવણી કરી હતી. આ ફાળવણી ખુબ જ યોગ્ય હોવાનું ગામ લોકોએ જણાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. તેમણે જણાવ્યું કે, આપની કામગીરી સરાહનિય છે. આ ફાળવણી યોગ્ય છે. જોકે, આ સાથે તેમણે કલેક્ટરને જણાવ્યું કે, આપના દ્વારા થયેલી આ ફાળવણીમાં હવે કોઇ પણ ફેરફાર કે સુધારો કરશો નહી. એક વખત થયેલા સુધારા બાદ હવે સંપૂર્ણ યોગ્ય ફાળવણી થઇ છે. ત્યારે હવે કોઇ પણ ફેરફારની જરૂર ન હોવાનું તેમણે જિલ્લા કલેક્ટરને એક લેખિત આવેદન આપી જણાવ્યું હતુ. જ્યારે ગામના કેટલાક અસામાજિક તત્વો ખોટી રીતના સરપંચ અને ઉપસરપંચ ને બદનામ કરી રહ્યા છે અને આક્ષેપો કરી રહ્યા છે જ્યારે આ બાબતે ગામના સરપંચ અને ઉપસરપંચ એ વટારરગામમાં ખૂબ વિકાસ કર્યો છે ગામલોકોને સાથે લઈને ચાલે છે વિકાસના કામોમાં ઘરે ઘરે જઈને કોઈપણ સમસ્યા હોય તે બાબતે પૂછતાં હોય છે ત્યારે ગામના કેટલાક લોકો ગામના વિકાસ માં બાધા લાવી રહ્યા છે ના સરપંચ ઉપસરપંચને બદનામ કરી રહ્યા છે
વટાર ગામ પંચાયતની બેઠકો
વોર્ડ નંબર ૧ માં અનુસૂચિત આદિજાતિ બેઠક હતી તે સુધારો કરીને .સા.શે.પ. વર્ગ સામાન્ય કરી છે  વોર્ડ નંબર 2 માં બિન અનામત સામાન્ય હતી તેમાં સુધારો કરીને સામાન્ય સ્ત્રી કરી છે વોર્ડ નંબર ૩ અનુસૂચિત આદિજાતિ બેઠક હતી જે સુધારો કરીને અનુસૂચિત આદિજાતિ કરી છે વોર્ડ નંબર ૪ માં બિન અનામત સામાન્ય હતી જે સુધારો કરીને સામાન્ય સ્ત્રી કરી છે વોર્ડ નંબર 5 મા સા.શે.પ વર્ગ સામાન્ય તેને સુધારો કરીને અનુસૂચિત આદિજાતિ સ્ત્રી કરી છે વોર્ડ નંબર ૬ માં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી હતી કે સુધારો કરીને અનુસૂચિત આદિજાતિ સ્ત્રી છે વોર્ડ નંબર સાત મા અનુસૂચિત જાતિ સ્ત્રી હતી  સુધારો કરીને અનુસૂચિત આદિજાતિ સ્ત્રી કરી છે વોર્ડ નંબર ૮ માં સામાન્ય સ્ત્રી હતી સુધારો કરીને બિન અનામત સામાન્ય કરી છે વોર્ડ નંબર ૯ માં અનુસૂચિત જાતિ સુધારો કરીને અનુસૂચિત જાતિ કરી છે વોર્ડ નંબર 10 માં અનુસૂચિત જાતિ સ્ત્રી હતી તે સુધારો કરીને અનુસૂચિત જાતિ કરી છે
જે બેઠકો સુધારો કરેલ છે તેમાં ગામજનોને મંજુર છે પણ કેટલાક લોકો ખોટી રીતના બાધા લગાવી રહ્યા છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!