કોઈ પિતા એમની દીકરીને લગ્નમાં ઘરેણા, ગીફ્ટ એવું ન આપે અને ઝેરીલા સાપ આપે તો? છે ને ખુબ જ હેરાની વાળી વાત. આ વાત જરૂર ખુબ જ હેરાન કરે એવી છે, પરંતુ આપણા ભારતમાં એવું પણ થાય છે
ભારતમાં દીકરીઓના લગ્નમાં લેણદેણની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. દીકરીના લગ્નમાં પિતા ખુશીથી પૈસા, ગાડી, સાડીઓ, ઘરેણા અને ઘણા પ્રકારની ભેટ આપે છે.
પરંતુ એક ક્ષણ માટે વિચાર કરવામાં આવે કે કોઈ પિતા એમની દીકરીને લગ્ન માં ઘરેણા, ગીફ્ટ એવું ન આપે અને ઝેરીલા સાપ આપે તો? છે ને ખુબ જ હેરાની વાળી વાત. આ વાત જરૂર ખુબ જ હેરાન કરે એવી છે, પરંતુ આપણા ભારતમાં એવું પણ થાય છે, દીકરીઓને લગ્નમાં ભેટ તરીકે ઝેરીલા સાપ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે.
આ પરંપરા મધ્યપ્રદેશના એક વિશેષ સમુદાય દ્વારા નિભાવવામાં આવી રહી છે. પ્રદેશના ગૌરીયા સમુદાયના લોકો એના જમાઈને દહેજમાં ૨૧ ઝેરીલા સાપ આપે છે. ગૌરીયા સમુદાયના લોકોનું એવું માનવું છે કે જો કોઈ પિતા લગ્નમાં એમના જમાઈને ઝેરીલા સાપ ન આપે તો એની દીકરીના લગ્ન વધારે દિવસ સુધી ચાલતા નથી અને તે તૂટી જાય છે. આ સમુદાય નું મુખ્ય કામ સાપ પકડવાનું છે. ગૌરીયા સમુદાયના લોકો સાપ દ્વારા જ પૈસા કમાઈ છે. ગૌરીયા સમુદાય માં કોઈ પણ દીકરીના લગ્ન નક્કી કરવામાં આવે છે, ત્યારે છોકરીના પિતા ઝેરીલા સાપો ભેગા કરવામાં લાગી જાય છે. ૨૧ ઝેરીલા સાપો ભેગા થઈ જાય એટલે તેઓ લગ્ન ગોઠવી દે છે. દીકરીના પિતા દ્વારા એમના જમાઈને સાપ દહેજ મા આપવામાં આવે છે, જેથી તે પરિવારનું પેટ ભરી શકે. મધ્યપ્રદેશના ગામમાં સાપને ગિફ્ટમાં આપવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આ અજીબો ગરીબ પરંપરા સાંભળી ભલભલા વિચાર કરતા થઈ જાય છે.
સાપ પટારામાં મૃત્યુ પામે છે તો પૂરો પરિવાર પોતાનું મુંડન કરાવે છે
ગૌરીયા સમુદાયના લોકો સાંપને પરિવારના સદસ્ય માને છે. આ સમુદાયમાં જો કોઈ સાપ પિટારામાં મૃત્યુ પામે તો પૂરો પરિવાર પોતાના માથે મુંડન કરાવે છે. એની સાથે જ એ સાંપના મૃત્યુ પર પરિવારના લોકો પુરા સમુદાય માટે ભોજનનું પણ આયોજન કરે છે. સાપને પરિવારના સદસ્ય માનતા આ સમુદાય માટે ઘણા લોકો ગૌરવ અનુભવે છે.