પતિ નોકરી પર ન જતા પત્નીએ વલસાડ ૧૮૧ અભયમની મદદ લેતા પતિ-પત્ની વચ્ચે સમાધાન થયુ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના નજીકના એક ગામની મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ઉપર કોલ કરી પતિ નોકરી કરવા જવાની ના પાડે છે જેથી તેને સમજાવવા માટે મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ ૧૮૧ની ટીમ જણાવેલા સરનામે પહોંચી ગઈ હતી.

સ્થળ પરથી મળતી માહિતી મુજબ, મહિલાએ ૧૪-૧૫ વર્ષ અગાઉ સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા પરંતુ તેઓને કોઈ સંતાન નથી. ઘરમાં પતિ-પત્ની એકલા રહે છે. પત્ની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતી હતી. ઘરમાં આર્થિક સંકડામણ પડતા પતિને પણ નોકરીએ લગાડયો હતો પરંતુ તેને ઘરની જવાબદારી પ્રત્યે ચિંતા ન રહેતા નોકરી પર સતત રજા પાડતો હતો. મહિનામાં અમુક જ દિવસ નોકરી ઉપર જતો હતો. પતિને નોકરીમાથી કાઢી મુકવામાં આવશે એની પણ ચિંતા પત્નીને રહેતી હતી. ઘર ચલાવવામાં તકલીફ પડતા કાયમ ઝગડા થતા હતા હાલ બે દિવસથી તબિયત બગડી છે એવુ બહાનુ કાઢી પતિ કામ પર જતો ન હતો. આ બાબતે ૧૮૧ અભયમે બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યુ હતું. મોંઘવારીના સમયમાં પતિ પત્ની બંનેએ નોકરી કરવી જરૂરી હોય તે બાબતે સમજાવતા પતિ હવે પછી નિયમિત નોકરી પર જશે અને ઘરમાં ઝગડો કરશે નહીં એવી ખાતરી આપતા બંને વચ્ચે સુખદ સમાધાન થતા મહિલાએ ૧૮૧ અભયમ ટીમ વલસાડનો આભાર માન્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!