અમદાવાદ:WhatsAppના સિક્યોરિટી ફીચર્સ ખુબ સારા હોવાના કારણે યુઝર્સનેં હેકિંગનો ખતરો રહેતો નથી, પરંતુ જરા બેદરકારીના કારણે તમારા પર્સનલ ડેટા હેકર્સ સુધી પહોંચી જાય છે. એવામાં વોટ્સએપ યુઝર્સે પોતાની પ્રાઇવેટ જાણકારીને સુરક્ષિત રાખવા માટે કેટલીક સેટિંગ ઓન કરવું જરૂરી હોય છે. સાઇબર એક્સપર્ટનું કહેવું છે કે વોટ્સએપ યુઝર્સ સામાન્ય રીતે ટેક્સ્ટ મેસેજ, વીડિયો, ફોટા, PPF ફાઈલ મોકલી શકો છો . જો કોઈ યુઝર્સને ઓટો ડાઉનલોડ એક્ટિવ કર્યું હોય તો તે ફાઈલ મંજૂરી વગર ડાઉનલોડ થઇ જાય છે. હેકર એનો ફાયદો ઉઠાવી મોબાઈલ અને એપના ડેટા ટ્રાન્સફર કરી શકે છે. એવામાં યુઝર્સ વોટ્સએપમાં માત્ર ડાયરેક્ટ ડાઉનલોડ બંધ કરી ડેટા સુરક્ષિત કરી શકે છે.ડાર્ક નેટ પર ખાસ સોફ્ટવેરની મદદથી હેકર્સ તમારા મોબાઇલ નંબર પર પીડીએફ ફાઇલ મોકલે છે. પીડીએફ ફાઇલ તમારી જાણ વગર ડાઉનલોડ થાય છે કારણ કે ઓટો-ડાઉનલોડ સક્રિય થાય છે. આ પછી ખાસ સોફ્ટવેર તમારો ડેટા સર્વરને પહોંચાડે છે. હેકરો તમારા ખાનગી ફોટા, વીડિયો ટ્રાન્સફર કરે છે. આ પછી હેકર્સ તમારા અંગત ડેટાનો ઉપયોગ કરીને તમારી સાથે આર્થિક છેતરપિંડી કરી શકે છે. એટલું જ નહીં, તમારો વ્યક્તિગત ડેટા સેંકડો લોકો સુધી પહોંચે છે અને તમારી ગોપનીયતાને નુકસાન થાય છે