એવું તો શું બન્યું કે કારચાલકે કાર રોંગ સાઈડે લઈ જઇ અકસ્માત કરવો પડ્યો?

વલસાડ
વલસાડના છીપવાડ પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે ચાલુ કારમાં અચાનક ખેંચ આવી જતાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી કાર રોગ સાઈટ પર લઈ જાય ને સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત કર્યો હતો જેમા અકસ્માતનો લઈને ત્યાં ભારે ભીડ જામી ગઇ હતી જેમાં કાર ચાલક કારમાં જ ફસાઈ ગયો હતો ત્યારે ફરજ પર હાજર એક ટીઆરબી પોલીસ જવાને કારનો કાચ તોડી ને ચાલકને બહાર કાઢ્યો હતો અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી
પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ વલસાડ નજીકના ગુંદલાવમાં રહેતો જય આજરોજ ઈનોવા કાર નંબર જીજે ૧૫ સીજી ૧૬૮૩ લઈને ઞુદવાવથી વલસાડ કામ અંગે આવી રહ્યો હતો અને કૈલાસ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે છીપવાડ ટેકરો ચડતી વખતે કારચાલાકને ચાલૂ કારમા અચાનક ખેંચ આવી જતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી પાવરહાઉસ પેટ્રોલ પંપની સામે રોગ સાઈડ પર કાર લઈ જઈને સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત કર્યો હતો જેને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કાર ચાલક જય કારમાં જ ફસાઈ ગયો હોય ત્યારે ટી આર બી જવાને કારનો કાચ તોડી ને ચાલકને બહાર કાઢ્યો હતો લોકો તોળૂ જોઈને કારચાલક ગભરાઈ ગયો હતો કે મને મારશે ત્યારે ચાલકે જણાવ્યું હતું કે મને ખેંચ આવી ગઈ છે જેના કારણે અકસ્માત થયો છે જ્યારે આ ઘટનાને લઇને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ બંનેએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી નથી

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!