ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના પારનેરા ગામમાં તા. ૨૮ ડિસેમ્બરના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય સ્વાગત કર્યું હતું. જેમાં ૩૩૫થી વધુ લોકોએ ભાગ લઈ માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં કુલ ૨૦૧ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં ૩ લોકોએ ટીબી અને ૩૨ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સ્થાનિક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૨ મહિલાઓએ પીએમ ઉજ્જવલા યોજનામાં નોંધણી કરાવી હતી. ૧૫૫ નવા આયુષ્યમાન કાર્ડ માટે નોંધણી કરાઈ હતી અને ૮૭ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી, સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે આવાસ યોજના, આઈસીડીએસની પોષણ અભિયાન યોજના, મિશન મંગલમ યોજના, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના ૦૬ લાભાર્થીઓએ ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.