વલસાડ લોકસભા બેઠકનાં નેશનલ કાઉન્સિલ મેમ્બર તરીકે વલસાડનાં પી.ડી.પટેલની નિમણૂકથી ખુશીની લહેર

ગુજરાત એલર્ટ । વલસાડ
વર્ષોથી વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ એવા વલસાડના જાણીતા વકીલ પી.ડી. પટેલની ભાજપ સંગઠન દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક માટે નેશનલ કાઉન્સિલ મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવતા તેમના પર અભિનંદનનો વરસાદ થયો હતો. આગામી 16-17 તારીખે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
પ્રવિણભાઇ ડાહ્યાભાઈ પટેલ 1983-84થી ભાજપના સક્રિય કાર્યકર છે.
તેઓ વલસાડ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. છેલ્લા 21 વર્ષથી લીગલ સેલમાં જિલ્લા કન્વીનર, સાઉથ ઝોન લીગલ સેલ સહ-કન્વીનર અને હાલમાં પ્રદેશ ભાજપ લીગલ સેલ સાઉથ ઝોન કન્વીનર તથા પ્રદેશ ભાજપ લીગલ સેલ કારોબારી સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ વલસાડ જિલ્લા ભાજપ કિશાન મોરચાના ઉપ-પ્રમુખ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વલસાડ વિધાનસભાના કન્વીનર તથા વલસાડ લોકસભાના સ્પોકપર્શન તરીકે પણ ફરજ બજાવી હતી. તેઓ વલસાડ લોકસભા , વલસાડ જિલ્લામાં આવતી તમામ વિધાનસભા, વલસાડ જિલ્લા પંચાયત, જિલ્લામાં આવતી તમામ તાલુકા પંચાયત, કચેરી તમામ નગરપાલિકા તથા ગ્રામ પંચાયત તથા સહકારી ચૂંટણીના તમામ ઉમેદવારીપત્રો ભરવા તેમજ આચારસંહિતા વિગેરેની ચૂંટણીને લગતી તમામ પ્રકારની કામગીરી છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી બજાવતા આવેલા છે.
પીડી પટેલ છેલ્લા 20 વર્ષથી વલસાડ જિલ્લા વકીલ મંડળનાં પ્રમુખ છે. તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ વાઇસ-ચેરમેન તથા જીએલએચ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. હાલમાં તેઓ શિસ્ત કમિટીના છેલ્લા પાંચ વર્ષથી ચેરમેન તથા હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એનરોલમેન્ટ કમિટી તથા શિસ્ત કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તથા નોટરી એસોસિયેશન ઓફ ગુજરાત સાઉથ ઝોનના ચેરમેન તરીકે હાલમાં ચાલુ છે.
પી.ડી. પટેલની ભાજપ સંગઠન દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક માટે નેશનલ કાઉન્સિલ મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવતા તેમના મિત્ર વર્તુળમાં ખુશીની લાગણી ફરી વળી હતી. તેમને તા.16 અને 17 ના રોજ દિલ્હી ખાતે મિટિંગમાં હાજર રહેવા જણાવાયું હોય નેશનલ કાઉન્સિલ મેમ્બરની કરવાની થતી કામગીરી અંગે સ્પષ્ટતા થશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!