ગુજરાતd એલર્ટ વલસાડ
સ્વચ્છતા અભિયાન માત્ર એક કે બે દિવસ નહીં પરંતુ લોકોમાં સ્વચ્છતા અંગે સ્વયં શિસ્ત આવે અને સ્વચ્છતા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બને તેવા શુભ આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા (SHS)” અભિયાન તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત તા. ૨૧ ડિસેમ્બરના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા તિથલ બીચ દરિયા કિનારે સફાઈ કરવામાં આવી હતી. આ સિવાય પીવાના પાણીના સ્ત્રોત્ર તરીકે કલ્યાણ બાગ પાણીની ટાંકી અને અબ્રામા વોટર વર્કસમાં સફાઈ કરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકા દ્વારા ઉમરગામ બીચની સફાઈ.
ધરમપુર નગરપાલિકા દ્વારા નદી કિનારાની સફાઈ કરવામાં આવી હતી.
પારડી નગરપાલિકા દ્વારા પારડીની સદગુરૂ સોસાયટી નજીક ફિલ્ટર પ્લાન્ટની સફાઈ કરવામાં આવી હતી.
આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ ૨૩ કામદારો અને ૧૫ નાગરિકોની મદદથી સફાઈ અભિયાન હાથ ધરાતા કુલ ૬.૮ ટન વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે વાપી નગરપાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 14 MLDની સફાઈ કરવામાં આવી હતી. વિવિધ પાલિકા દ્વારા પાણીના સ્ત્રોતની સફાઈ કરાતા નગરજનોએ પણ પાલિકાની આ કામગીરીને બિરદાવી હતી.