ગુજરાત એલર્ટ । વલસાડ
કપરાડા તાલુકાના મામલતદાર અને એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીની કચેરી તેમજ સરકારી વિનયન કોલેજના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ સ્વિપ(SVEEP) અંતર્ગત મતદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કોલેજના વિદ્યાર્થીઓ અને તેમના થકી મતદાન અંગેની જાગૃકતા ગામે ગામ ફેલાય તે માટે કોલેજના આચાર્ય ડો.ડી.એન.દેવરીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોલેજના આચાર્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને ફરજીયાત મતદાન કરવા માટે અપીલ કરી હતી. કપરાડા તાલુકા મામલતદારશ્રી દિલીપભાઈ શાહે વિદ્યાર્થીઓને પોતાના ગામમાં મતદાન અંગેની જાગૃકતા માટે જણાવી સરકાર દ્વારા મતદાનના દિવસે અપાતી સુવિધા અંગે જાણકારી આપી લોકશાહી પર્વની મહત્વતા સમજાવી ફરજીયાત મતદાન કરવા જણાવ્યું હતું. સમ્રગ કાર્યક્રમનું સંચાલન ડો. પી.બી. કુરકુટિયાએએ કર્યુ હતું. આ કાર્યક્રમમાં કુલ ૧૩૦ વિદ્યાર્થી અને કર્મચારી સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.