વલસાડના ગામડા અને શહેરોમાં વેગવંતુ બન્યુ મતદાન જાગૃતિ અભિયાન: મહિલા મતદારો લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – વ – જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના નેતૃત્વમાં વલસાડ ટર્ન આઊટ ઈમ્પ્લિટેશન પ્લાનના નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને વલસાડ જિલ્લાના સ્વિપ નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ સોમવારે વલસાડ તાલુકાનાં તમામ ગામડા અને શહેરી વિસ્તારોમાં મતદાન જાગૃતિ માટે ૧૭૦ જેટલી જગ્યાઓએ બીઆરસી, સીઆરસી, શાળાના આચાર્યો, શિક્ષકો, અને BLO દ્વારા મતદાન જાગૃતિ અંગે સમજ આપી સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

અતુલ લિ. ના વર્કરોને વલસાડ તાલુકાના સ્વિપ નોડલ અધિકારી બી.આર.સી.કો. મિતેષભાઈ પટેલ, BLO સુપરવાઈઝર ભરતભાઈ પટેલ, પારનેરા ક્લસ્ટરના સીઆરસી કો. તેમજ BLO ઓ દ્વારા મતદાન વધે તે માટેનો પ્રચાર પ્રસાર, મતદાન જાગૃતિ માટે જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતુ સાથે મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

આ સિવાય કપરાડાના હાટ બજારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે.

વલસાડ શહેરના નનકવાડા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે દિવ્યાંગ જાગૃતિ કાર્યક્રમ હેઠળ રંગોલીનો કાર્યક્રમ યોજાયો હતો.

પારડી તાલુકાના કોઠાર અને કપરાડા તાલુકાના ધોધડકૂવા ગામમાં પણ મહિલા મતદારો લોકશાહીના પર્વમાં સહભાગી થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!