ગુજરાત અલર્ટ | આહવા
ગત તારીખ ૨૪મી ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લાના ‘સ્વીપ’ કાર્યક્રમ અંતર્ગત એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભિસ્યા અને લશ્કરિયા ગામમાં લોકો તેમજ ૧૮ વર્ષથી ઉપરના નવા યુવા મતદારોમાં “મતદાન જાગૃતિ” અંગે જાગૃકતા વધે, મતદાનનું મહત્વ લોકો જાણે તેના માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાનની રેલીનું આયોજન કરવામા આવ્યુ હતુ.
વિદ્યાર્થીઓએ ગામની શેરીઓમાં જઈને લોકોને મતદાન અંગેની માહિતી આપી મતદાન જાગૃતિના નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક દિનેશભાઈ પટેલ, ધર્મેશકુમાર ગાઇન, ઊર્મિષાબેન પરમાર,નીલમબેને મહત્વની ભુમિકા ભજવી હતી.
સમગ્ર કાર્યક્રમ શાળા આચાર્ય સોનલબેન મેકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.