વલસાડ : ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રના વધુ ઉજ્જવળ ભાવિ માટે કાર્યરત સચિવ કક્ષાના સનદી અધિકારી રાજ્યના ઉદ્યોગ કમિશનર ડો.રાહુલ બાબુભાઇ ગુપ્તાનો જન્મ ૧૯૭૯ના વર્ષની ૨૦ ઓગષ્ટે થયેલ. આજે વાઇબ્રન્ટ જીવનના ૪૩માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ અમદાવાદ પંથકના વતની અને ૨૦૦૪ની બેચના આઇ.એસ.એસ કેડરના અધિકારી છે.
શ્રી રાહુલ ગુપ્તા ભૂતકાળમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી નાયબ ગૃહ સચિવ તથા આણંદ, જૂનાગઢ અને રાજકોટમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચુકયા છે. કોરોનાના કપરા કાળમાં સરકારે તેમને રાજકોટ શહેર -જિલ્લામાં દર્દીઓ માટેની સઘળી કામગીરીના સંકલન માટે સોંપેલ ખાસ જવાબદારી તેમણે ઉતમ રીતે નિભાવી હતી