ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યના ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં વલસાડના યોગ ટ્રેનર રાજેશ્રીબેન ટંડેલ, લીલાબેન ટંડેલ અને જીમ્મીબેન ટંડેલ દ્વારા કોસંબાના રણછોડજી મંદિરમાં બોર્ડના સાઉથ ઝોનના કો-ઓર્ડિનેટર પ્રીતિ પાંડેની અધ્યક્ષતામાં વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં યોગના સાધકોએ ઉપસ્થિત રહી વૈદિક યજ્ઞમાં આહૂતિ આપી હતી. પારડી અને વાપીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલિક નિઃશૂલ્ક યોગ વર્ગોમાં પણ ગૃહમંત્રીશ્રીના જન્મ દિન નિમિત્તે વૈદિક હવન કરવામાં આવ્યો હતો.