ધરમપુર એસટી ડેપોમાં “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” હેઠળ વિવિધ કાર્યક્ર્મો યોજાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ એસ.ટી.વિભાગીય કચેરી અને વિભાગીય વર્કશોપના વડા વિભાગીય નિયામક એન.એસ.પટેલના માર્ગદર્શન અને મધ્યસ્થ કચેરી, અમદાવાદની સુચના મુજબ “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ના સંક્લ્પ હેઠળ ધરમપુર એસ.ટી.ડેપો ખાતે મુસાફર જનતામા જાગૃતિ ફેલાવવા માટે સર્વોદય પરિવાર સંચાલિત, સર્વોદય વિદ્યાલય, પીંડવળના સહયોગથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

“શુભ યાત્રા,સ્વસ્છ યાત્રા”ના સંકલ્પ સાથે ધરમપુર ડેપો ખાતે મુસાફર જનતામાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય અને સરકારશ્રી તરફ્થી હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અભિયાન માટે સર્વોદય પરિવાર સંચાલિત, સર્વોદય વિદ્યાલય, પીંડવળના બાળકો તેમજ શિક્ષકગણ અને એસ.ટી.ડેપોના કર્મચારીઓ, સુપરવાઈઝર સ્ટાફ અને ડેપો મેનેજર સાથે ધરમપુર ડેપો ખાતેથી નગરમાં સ્વચ્છતાના “સ્વસ્છતા લાવો, ગંદકી ભગાવો”, “ગંદકીની આદત છોડાવો, સ્વચ્છતાથી જીવન બચાવો”, “સ્વસ્છતાને વેલ કમ, ગંદકીને બાય-બાય”,” ગંદકીથી જીવન સુકાય, સ્વચ્છતાથી જીવન લહેરાય”, ”સ્વચ્છતા ઝુંબેશ અપનાવીયે, ગંદકીને જાકારો પરખાવીએ”, ”ચોખ્ખાઈ છે તો નુર છે, બાકી દુનિયા ધુળ છે” જેવા સ્લોગન અને બેનર હેઠળ રેલી યોજવામાં આવી હતી.

ત્યારબાદ સર્વોદય વિદ્યાલયના બાળકો દ્વારા (૧) ડસ્ટબીન માઈમ (૨) પ્લાન્ટેશન માઈમ (૩) વોટર માઈમ અને (૪) મ્યુઝીક વીથ યોગાના થીમ પર નાટક યોજી મુસાફર જનતામાં “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા”નો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સર્વોદય પરિવાર સંચાલિત, સર્વોદય વિદ્યાલય, પીંડવળના ૧૧૩ જેટલા બાળકો અને સર્વોદય વિદ્યાલયના શિક્ષકગણ રણજીતભાઈ બારડ, ઇલાબેન બારડ, ઉત્તમભાઈ માહલા અને નિમુબેન પવારના સહયોગ સાથે અને એસ.ટી.ડેપો ના સ્ટાફ સાથે “શુભ યાત્રા,સ્વસ્છ યાત્રા”નો કાર્યક્રમ સફળ રીતે યોજાયો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!