ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના ધરમપુર એસ.ટી. બસ ડેપો ખાતે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વલસાડ વિભાગના તાબા હેઠળ નવસારી, વલસાડ, બીલીમોરા, વાપી, આહવા અને ધરમપુર બસ ડેપો અને એસ.ટી.વિભાગીય કચેરી અને વિભાગીય વર્કશોપના વડા વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ અને મધ્યસ્થ કચેરી, અમદાવાદની સુચના મુજબ ડિસેમ્બર ૨૦૨૩ના ૦૪ જુદા-જુદા અઠવાડિયા વાઈઝ “શુભ યાત્રા,સ્વચ્છ યાત્રા”ના સંક્લ્પ હેઠળ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે સ્વચ્છતાલક્ષી કાર્યક્રમ યોજાયો હતો.
જે અંતર્ગત ધરમપુર ડેપો મેનેજર શ્રીમતિ ભુમિકાબેન પટેલના માર્ગદર્શનમાં દેપોની દિવાલો ઉપર જાગૃતિ ફેલાવતા ચિત્રો બનાવવામાં આવ્યા હતા.