ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી આજ રોજ મતદાન જાગૃતિ માટે બે કાર્યક્રમ યોજવામા આવ્યા. જેમા દરેક જાહેર સ્થળો ઉપર રંગોળી બનાવવામા આવી હતી.
જેનુ નિદર્શન અવરજવર કરતા તમામ પ્રવાસીઓએ કર્યુ અને મતદાન વધે તે માટે જાગૃત કરવામા આવ્યા. તમામ પ્રાથમિક, માધ્યમિક, I.T.I., કોલેજો વગેરે સંસ્થાઓમા “મતદાનનું મહત્વ” વિષય પર નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા જિલ્લામાં પધારેલ અધિકારી વિકાસ બાલા પાલવે(IPOS), વલસાડ જિલાના SVEEP Nodel અધિકારી ડી.બી.વસાવા તેમજ બી.આર.સી.કો.ઓર્ડિનેટર વલસાડ એમ.એન.પટેલની ટીમે શાળાઓમાં ચાલતી નિબંધ સ્પર્ધાનું રૂબરૂ નિરિક્ષણ વલસાડ જિલ્લાની સ્વામી વિવેકાનંદ પ્રા.શાળામાં કર્યું હતું. જેમા IPOS તેમજ જિલ્લા ચૂંટણી શાખા દ્રારા પ્રાથમિક શાળાના બાળકોને નિબંધ લખવા માટે પોસ્ટ ઓફિસમાંથી અંતરદેશી પત્ર તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પોસ્ટલ કવર સુપ્રત કરવામાં આવ્યા હતા.