વાંસદા પોલીસે વર્ષોથી રઝળતી માનસિક બીમાર મહિલાને સ્વસ્થ કરવાં કાબીલે દાદ પ્રયાસ કર્યા

ગુજરાત એલર્ટ । ખેરગામ
વાંસદા પોલીસ ટીમને માનસિક દિવ્યાંગતાને કારણે રઝળતી મહિલાની જાણ થતાં “સી” ટીમ દ્રારા તેણીને બોલાવી, જરૂરી સધિયારો આપી વિશ્વાસ સંપાદન કરી સંવેદનશીલ અભિગમ સાથે પુછપરછ કરી સત્ય જાણવાની કોશિષ કરતાં સદર મહિલા વાંસદા નવાનગર વિસ્તારની હોવાનું તથા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક દિવ્યાંગતાને કારણે આ રીતે રઝળતી-ભટકતી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક માહિતી આધારે વાંસદા પોલીસ ટીમ તેણીના માતાના ઘરે પહોંચી જરૂરી વિગત મેળવતાં માનસિક દિવ્યાંગ મહિલાનું નામ સરસ્વતીબેન મગજીભાઇ ચૌઘરી, ઉ.આશરે ૪૦ વર્ષ, રહે. નવાનગર, ઉપલું ફળિયું, તા.વાંસદાની હોવાનું જાણકારી મળી હતી.
તેણીના લગ્ન આશરે ૨૨ વર્ષ પહેલાં થયેલ હોવાનું તથા તેણીને સંતાનમાં એક દીકરી જે હાલ આશરે ઉ.વ.૨૦ ની હોવાનું તથા લગ્ન બાદ અગમ્ય કારણોસર તેણીનું માનસિક સંતુલન ખોરવાતા તેના પતિ સાથે છુટાછેડા થયેલા તે સમયના રૂ.૧૩,૦૦૦/- ની રકમ તેણીના નામના બેંક ઓફ બરોડા, વાંસદા શાખાના ખાતામાં જમા હોવાની માહિતી મળી હતી.
માનસિક અસ્વસ્થાને કારણે તથા આઘાર- ચુંટણી ઓળખપત્ર વિગેરે સરકારી ઓળખપત્ર નહીં હોવાને કારણે સદર રકમ બેંકમાંથી પરત મેળવી શકાતી નહીં હોવાની હકિકત જાણવા મળતા વાંસદા પોલીસ ટીમ દ્રારા બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજરને મળીને જરૂરી વિગત મેળવવામાં આવી હતી. તથા સદર કાર્યવાહી માટે નવા સરકારી દસ્તાવેજોની જરૂર હોવાથી વાંસદા પોલીસે માનસિક દિવ્યાંગ મહિલાને તેણીના માતા તથા દિકરીને સાથે રાખી નિયમોનુસાર તેણીનું આઘાર, ચુંટણીકાર્ડ તથા શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર બનાવડાવી આપવામાં આવેલ તથા બેંક મેનેજરના જણાવ્યા મુજબના સરકારી ઓળખ દસ્તાવેજો સાથે માનસિક દિવ્યાંગ મહિલાને તેણીની માતા તથા દિકરીને બેંકમાં સાથે હાજર રાખી વાંસદા પોલીસ ટીમ દ્રારા સતત એક મહિનાની જહેમત બાદ તેણીના બેંક એકાઉન્ટમાં આજસુધીના ચઢેલાં વ્યાજ સહિતની બચત જમાં થતાં રૂ.૬૨,૦૦૦/- જેટલી રકમ પરત તેમની માતા તથા દીકરીને સોંપવામાં મદદરૂપ થયા હતા.
માતા તથા દીકરી દ્રારા સદર રકમનો તેણીની સારવાર તથા દેખરેખ માટે ઉપયોગ કરવામાં આવશે તેવી બાંહેઘરી મેળવી, માનસિક રીતે દિવ્યાંગ મહીલાને માનસિક રોગોના તબીબ દ્રારા યોગ્ય સારવાર મળે તેવી ગોઠવણ પણ પોલીસે કરી આપી હતી.
વાંસદા પોલીસ ટીમે માનવીય સંવેદનાસભર અભિગમ દાખવી ખરા અર્થમાં “સેવા-શાંતિ-સુરક્ષા” ના સુત્રને સાર્થક કરતી કામગીરી બજાવી હતી. જેમાં ૧) જયદિપસિહ વી.ચાવડા, સિની.પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ૨) WASI મંગીબેન નગીનભાઇ પટેલ બ.નં- ૬૬૭ , ૩) WHC-ફાલ્ગુનીબેન અનિલભાઇ પટેલ બ.નં-૧૦૩૨ એ દાદ માંગે તેવી મહેનત કરી માં, દીકરી અને તેની પુત્રીનું મિલન કરાવતા હૃદયદ્રાવક દ્રશ્ય ખડું થયું હતું. જિલ્લા પોલીસવડા- સુશીલ અગ્રવાલ,અન્ય ઉચ્ચ અધિકારીઓએ વાંસદા પોલીસ ટીમની આદિવાસી નારીની ઉમદાસેવા માટે પીઠ થાબડી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!