ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની 8 વર્ષીય જૈવી કરન ભાનુશાલીએ સુરતમાં યોજાયેલી “12th ઓપન ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટ”માં 2 ગોલ્ડ મેડલ મેળવી વલસાડનું ગૌરવ વધાર્યું છે.
વલસાડનાં પાલી હાઈટ્સમાં રહેતાં કરન ભાનુશાલીની 8 વર્ષીય દીકરી જૈવી ભાનુશાલી અતુલ વિદ્યાલયામાં ત્રીજા ધોરણમાં ભણે છે. જૈવિ ભાનુશાલી રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સારું પ્રદર્શન કરી 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. પહેલી “12th ઓપન ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટ” અને બીજી “12th ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટ” ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી.
કુડો સ્પોર્ટસ એસોસિએશન – જીકેએ, મેમ્બર ઓફ કીફી એસોસીએશન – કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયા રેકગ્નાઈઝ બાય ”મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ” ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે 25 મી ઓગસ્ટ 2024 ના રોજ સુરતમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં સુરતનાં કમિશનર ઓફ પોલીસ અનુપમસિંહ ગેહલોત, મિસિસ શાલીની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર અને જીગ્નેશ પાઠકએ હાજરી આપી હતી અને ખેલાડીઓને પ્રોત્સાહિત અને સન્માનિત કર્યા હતા.