ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ‘રામોત્સ્વ ડે’ થી વિવિધ ડે સપ્તધારાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કોલેજના સર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. રામોત્સવ ડેમાં ખાસ કરીને ભગવા કલરના કપડા પહેરી રામધુન અને વિવિધ ભજનોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જેમાં ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે સાથે બપોરે ૦૧:૦૦ થી ૦૨:૩૦ સુધી ભજનસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ ૨૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં રીંકલ ચાવરા પ્રથમ, નેહલ સોનેજી દ્વિતિય અને કર્નવી દેસાઈ એન્ડ ગૃપે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જેમને વિનસ ઓપ્ટીકલ તરફથી વ્યક્તિગત ઇનામો આપવામાં આવશે.
આવી જ રીતે આવનારા છ દિવસ સુધી કોલેજના વિદ્યાર્થીઓના કૌશલ્યને પ્રોત્સાહન આપવામાં અને કલા ગુણોનો વિકાસ થાય એ પ્રમાણે વિવિધ ડેનું આયોજન કરવામાં આવ્યું છે એમ આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ જણાવ્યું હતું. ભજન સ્પર્ધામાં ડૉ. ઠાકોરભાઈ બી. પટેલ, પ્રો. જીનીશા ભૈનસારે, પ્રો. નમ્રતા ટંડેલે પરિશ્રમ કર્યો હતો. રામોત્સવ ડે માટે પણ પ્રો. એમ. જી. પટેલ, પ્રો. જીનીશા ભૈનસારે, પ્રો.નમ્રતા ટંડેલ, ડૉ. પારસ શેઠ દ્વારા પરિશ્રમ કરવામાં આવ્યો હતો.