જગવિખ્યાત એવી વલસાડી હાફૂસની ઓળખ અપાવનાર વલસાડમાં ટ્રાફિક સર્કલો પર કેરીની આકૃતિ દેખાય તેવું આયોજન
વલસાડ
જગવિખ્યાત એવી વલસાડી હાફૂસની ઓળખ અપાવનાર વલસાડ શહેરમાં હવે કેરીની આકૃતિવાળા ટ્રાફિક પોલીસ બૂથ સર્કલ ઉપર મુકવામાં આવ્યું છે. જે બાદ સમગ્ર જિલ્લામાં ટ્રાફિક સર્કલ ઉપર મૂકવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
જગવિખ્યાત એવી વલસાડી હાફૂસ કેરી વલસાડી હાફૂસ તે રીતે ઓળખાય છે. વિશ્વમાં કેરીની ઓળખ ઊભી કરનારા વલસાડને જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ વલસાડના ટ્રાફિક પોલીસ માટે કેરીની આકૃતિવાળા ટ્રાફિક બુથ મુકવામાં આવનાર છે. આ કેરીની આકૃતિવાળા ટ્રાફિક બુથ પ્રથમ વલસાડ એસપી કચેરી ત્રણ રસ્તા, તિથલ રોડ ચાર રસ્તા ત્યારબાદ સમગ્ર જિલ્લામાં આવા બુથ મૂકવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાફિકના નિયંત્રણ માટે તીથલ રોડ ચાર રસ્તા પર ખાસ ઝેબ્રા પેઇન્ટીંગ પણ કરાવી છે. અને હવે ટ્રાફિક પોઇન્ટ પર કેરીની આકૃતિવાળા પોલીસ બુથ મુક્યા છે. આ પોલીસ બુથ યોગ્ય પહોળાઇ સાથે લાઇટ અને પંખાની સુવિધા વાળા છે.