વલસાડ એસ.ટી. વર્કશોપના સુવર્ણ જયંતી વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનારાં ડ્રાઈવર કંડક્ટરોને એવોર્ડ અપાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
વિક્રમ સંવત ૨૦૨૯ ના આસો માસમાં તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આર્ટ બી મિકેનિક સી.જે. મિસ્ત્રીના વરદ હસ્તે વલસાડ વિભાગીય યંત્રાલયનું લોકાર્પણ થયું હતું. જેના સુવર્ણ જયંતિ વર્ષે વિશાળ યંત્રાલયની છત નીચે- કામદાર કલ્યાણ પ્રવૃત્તિ -અંતર્ગત વિભાગીય નિયામક એન.એસ. પટેલ દ્વારા ખાસ સેમીનારનું શનિવાર ૪-૧૧-૨૩ એ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 108 સેવા નું પણ નિદર્શન થયું હતું.
એસટી નિગમ વલસાડ વિભાગના ડ્રાઇવર કંડકટર મિકેનિક વહીવટી યાંત્રિક અનેક અધિકારી કર્મચારીઓએ આ ખાસ સેમિનારમાં ભાગ લઈ ખાસ કરીને ૧૦૮ અને ૧૮૧- ગુજરાત સરકારની દુનિયાભરમાં ડંકો વગાડતી એમ્બ્યુલન્સ સેવાનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

ધરમપુર ડેપોના અંતરિયાળ જંગલ વિસ્તારમાં મોટી પલસાણ ખાતે ચાલુ બસે કંડકટર જયેશભાઈ ને હૃદયની તકલીફ થઈ હતી જેના માટે ડ્રાઇવર ચંદર ભાઈએ ૧૦૮ ને ફોન કરતા તે તત્કાલ ધસી આવી પ્રારંભિક સારવાર કરી કંડકટરને ધરમપુર ખસેડી વધુ સારવાર મળતાં કંડકટરનો જીવ બચી ગયો હતો જે સંદર્ભે ઉત્સાહી વિભાગીય નિયામક કે જેઓ કામદારો પ્રત્યે પણ ખૂબ જ આદરભાવ ભલી લાગણી રાખે છે તેમણે ૧૦૮ સેવાની તમામ કામદારોને સમજ, કેવી રીતે કાર્ય કરે છે,વિ.ની જાણકારી આપવા સેમીનારનું યંત્રાલયના ૫૦ વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે આયોજન કર્યું હતું.

આ ૧૦૮ નિદર્શન કાર્યક્રમમાં શ્રી જશવંતભાઈ પ્રજાપતિ સીઓઓ કે જેઓ ૧૦૮નું અમદાવાદ મધ્યસ્થ કાર્યાલય સંભાળે છે, એન એસ પટેલની લાગણીને માન આપી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમની સાથે ઇએમએલસી ડૉ. હાર્દિકભાઈ શાહ પણ પધાર્યા હતા. જેમણે લગભગ એક કલાક સુધી 108 અને 181 ની તાકીદ ની સેવાઓની ઉપસ્થિતોને લેપટોપ સ્ક્રીન વિડીયો દ્વારા સુંદર જાણકારી આપી હતી અને એમ્બ્યુલન્સમાં શું શું હોય છે તેની ઉપયોગીતા તમામની જાણકારી નિદર્શન કર્યું હતું કોઈ માણસ ઢળી પડે તો તાત્કાલિક તેના માટે શું કરવું જોઈએ તેનું પણ એક કર્મીને સુવડાવી નિદર્શન કર્યું હતું.
વલસાડ નવસારી ડાંગ ત્રણે સંભાળતા પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર,બે સંઘ પ્રદેશના જીતેન્દ્ર મહારાજ, વલસાડ જિલ્લા સંચાલક સંજય વાઘમારે, કો-ઓર્ડીનેટર નિમેશ પટેલ-ચંદ્રકાંત મકવાણા વિ. પણ આ કાર્યક્રમમાં હાજર રહી ૧૦૮ ની સેવા ને વધુ ઉજાગર કરી હતી.
વિભાગીય નિયામક એન એસ પટેલ,અધિકારીઓ સ્નેહલ પટેલ- ડીટીઓ, ભાવેશ પટેલ સિ.ડીએમઈ, ડેપો મેનેજર્સ વિ. દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છોથી સ્વાગત સાથે શ્રેષ્ઠ ડ્રાઇવર કંડકટર મિકેનિક, નવાન્ગતુક ડ્રાઇવર ૧૦૮ સ્ટાફ વિ.નુ પણ સ્વાગત થયું હતું.
ડૉ.હાર્દિક શાહના માહિતીસભર વક્તવ્યને બિરદાવી નિલેશ પટેલ- વિભાગીય નિયામકે કાર્યક્રમનો હેતુ વિશે જણાવી તમામ માટે ૧૦૮ વધુ ઉપયોગી કેવી રીતે બને તે સૌને જણાવવાનો આશય સાથે આ સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં તેમના મિત્ર સમા અમદાવાદ ખાતે મધ્યસ્થ કચેરીમાં હતા ત્યારથી મિત્ર એવા ડૉ. જશવંત પ્રજાપતિને વલસાડ મુલાકાત લેવા આગ્રહ કર્યો હતો અને આ સેમિનાર યોજાતા તેમણે ભાગ લીધો તે બદલ આભાર વ્યક્ત કરી, 108 સંલગ્ન તમામ અધિકારી કર્મી-પરિચારીકાઓ પાયલોટ વિગેરેનો આભાર માન્યો હતો. ડૉ.શાહ સાથે તેમના વક્તવ્ય બાદ ૧૦૮ સેવા અંગે પ્રશ્નોત્તરી થઈ હતી જેમાં નવસારી ડેપો મેનેજર ગાંધીએ ભાગ લીધો હતો અને જે પ્રશ્નો હતા તેનો ઉકેલ અપાયો હતો. સેમિનાર સંચાલન હેતલ ભટ્ટ નાયબ વહીવટી અધિકારી-એએઓ દ્વારા થયું હતું.
ડૉ.પ્રજાપતિ , શાહ વિગેરે મહાનુભાવોના હસ્તે ધરમપુર ડેપો ના શ્રેષ્ઠ ડ્રાઇવર નિલેશભાઈ નગીનભાઈ પટેલ -૮૮૭ ને શ્રેષ્ઠ કેએમપીએલ ૭.૯૨ લાવવા બદલ, આહવાના માનસિંગભાઈ 519, નવસારીના સંજયભાઈ 2007, વાપીના રોહિત કુમાર 12619, બીલીમોરાના નરેશ સોલંકી 972, વલસાડના અજયકુમાર 8706.
શ્રેષ્ઠ કંડકટર તરીકે વલસાડ ડેપોના અમ્રતભાઈ ઉકડભાઇ પટેલ બેઝ ૧૪૯૨ ને સૌથી વધુ આવક પ્રતિ કિલોમીટર રૂ.૩૮-૫૬ લાવવા બદલ બીલીમોરાના ઉમેશ આહીર 712, વાપીના જયેશ ડોડીયા 796, ધરમપુરના રાજેશ ગળવી -૨૬૧૨,નવસારીના દિલીપ વાળંગર 633 તથા આહવાના વિજય પટેલ 4229. જ્યારે શ્રેષ્ઠ મિકેનિક તરીકે આર્ટ-એ મિકેનિક નવસારી- તરુણકુમાર, બીલીમોરા અશ્વિનભાઈ, વાપી રમેશભાઈ, ધરમપુર વિમલભાઈ, આહવા સતિષભાઈ અને વલસાડ ડેપોના મહેશ ટંડેલ હેલ્પર નુ સન્માન કરી પ્રશસ્તિપત્રો અપાયા હતા. જે પ્રાપ્ત કરી તેઓ આભારવશ લાગણી વ્યક્ત કરતા હતા.
બીલીમોરા ડેપો ખાતે આઠ તથા વાપી ડેપો ખાતે બે નવાન્ગતુક ડ્રાઇવરને નિમણૂક પત્રો અપાયા હતા, પાંચ વર્ષ સુધી તેઓને નિયત પગાર રુ.18,500 લેખે દર માસે ફિક્સ પે મળશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!