વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે અને ચાર પૈડાવાળા (પ્રાઈવેટ) અને આઠ પૈડાવાળા(ટ્રાન્સપોર્ટ) વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન ફેર હરાજી શરૂ કરવામાં આવી છે. બે અને ચાર પૈડાવાળા(પ્રાઈવેટ) અને આઠ પૈડાવાળા(ટ્રાન્સપોર્ટ/માલવાહક) વાહનોના નંબરો માટે હરાજી કરાશે. જેમાં ટુ વ્હીલરમાં GJ15EF અને GJ15ED સિરિઝના, ફોર વ્હીલરમાં GJ15CP સિરિઝના તેમજ ટ્રાન્સ્પોર્ટ વ્હીકલ(આઠ પૈડાવાળા) વાહનો માટે GJ15AX સિરિઝના 0001થી 9999 નંબર માટે હરાજી શરૂ કરવામાં આવી છે.
આ નંબરો મેળવવાની ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનો રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઇન privahan.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ફેર હરાજીમાં ભાગ લઈ શકશે.

તે માટેની સૂચના આ મુજબ છે:
(૧)તા.૦૭-૦૩-૨૦૨૪ના રોજ દિવસે ૦૪-૦૦ વાગ્યાથી તા.૦૯-૦૩-૨૦૨૪ના રોજ દિવસે ૦૩-૫૯ વાગ્યા સુધી AUCTION માટેનું ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
(૨)તા.૦૯-૦૩-૨૦૨૪ના રોજ દિવસે ૦૪-૦૦ કલાકથી તા.૧૧-૦૩-૨૦૨૪ના રોજ દિવસે ૦૪-૦૦ કલાક સુધી હરાજી માટેનું બિડિંગ ખૂલશે.
(૩)અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર CNA ફોર્મ ભરેલું હોવું જોઈએ. વેલીડ CNA ફોર્મ રજૂ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે.
(૪)હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો જે તે નંબર માટે મુળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓકશન દરમિયાન અરજદારે RBI દ્વારા નકકી કરેલા દરે ચાર્જ ચુકવવાના રહેશે.
(૫)વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ ૨દ્દ કરવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!