વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા વાહનોના પંસદગીના નંબર માટે ફેરહરાજી થશે

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન ફેર હરાજી શરૂ કરવામાં આવી છે. બે અને ચાર પૈડાવાળા પ્રાઈવેટ અને આઠ પૈડાવાળા ટ્રાન્સપોર્ટ વાહનોના નંબરો માટે ફેર હરાજી કરાશે. જેમાં ટુ વ્હીલર (બે પૈંડાવાળા વાહનો)માં GJ15EF અને GJ15ED સિરિઝ, ફોર વ્હીલર (ચાર પૈડાવાળા પ્રાઈવેટ વાહનો)માં GJ15CP સિરિઝ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ (આઠ પૈડાવાળા પ્રાઈવેટ વાહનો)માં GJ15AX સિરિઝના વાહનો માટે 0001થી 9999 નંબર માટે ફેરહરાજી શરૂ કરવામાં આવી છે. આ નંબરો મેળવવાની ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનો રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઇન privahan.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઈ શકશે. તે માટેની સુચના આ મુજબ છે.
(1)તા.10-04-2024ના રોજ દિવસે 04-૦૦ વાગ્યાથી તા.12-04-2024ના રોજ દિવસે 03-59 વાગ્યા સુધી AUCTION માટેનું ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
(2)તા.12-04-2024ના રોજ દિવસે 04-00 કલાકથી તા.14-04-2024ના રોજ દિવસે 04-00 કલાક સુધીમાં હરાજી માટેનું બિડિંગ ખૂલશે.
(3)અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ ભરેલું હોવું જોઈએ. વેલીડ CNA ફોર્મ રજૂ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે.
(4)હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો જે તે નંબર માટે મૂળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓકશન દરમિયાન અરજદારે RBI દ્વારા નકકી કરેલા દરે ચાર્જ ચુકવવાના રહેશે.
(5)વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ ૨દ્દ કરવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!