વલસાડ આરટીઓ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત આઈ ચેકઅપ કેમ્પ સહિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વલસાડ આરટીઓ અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ વલસાડના સંયુક્ત ઉપક્રમે વાપી એસટી ડેપો ખાતે બસ ડ્રાઇવરો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ૫૦થી વધુ ડ્રાઇવર ભાઈ બહેનોએ ભાગ લીધો અને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લીધી હતી.
આ ઉજવણી અંતર્ગત વલસાડ આરટીઓ કચેરી ખાતે આવતા ડ્રાઇવિંગ ટેસ્ટ અરજદારો, કચેરીનો સ્ટાફ અને GISF (Gujarat Industrial Security Force) ગાર્ડ માટે આઈ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાપી ફિટનેસ કેમ્પ ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર એસ. જે. મલેક અને એ. ડી. ચૌધરી દ્વારા રિક્ષા તથા માલવાહક ડ્રાઇવરોને માર્ગ સલામતીની સલાહ, સમજણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવી પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!