વલસાડ રેલ્વે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ કરાયો

વલસાડ
વલસાડ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર તરફથી મળેલી દરખાસ્‍ત અન્‍વયે પોલીસ અધિક્ષક, પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, સબ ડીવીઝનલ મેજિસ્‍ટ્રેટ તેમજ વિભાગીય નિયામકશ્રી એસ.ટી. વલસાડના અભિપ્રાયને ધ્‍યાને લઇ જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એક જાહેરનામા દ્વારા તા.૨/૬/૨૦૨૧થી તા.૨૧/૬/૨૦૨૧ ૨૦ દિવસ માટે રેલવે ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે આજથી સવારે પૂજાવિધિ કરીને કામ ચાલુ કરી દીધું હતું

વલસાડના રેલવે ઓવરબ્રિજ રેલવે દ્વારા નવી રેલ્વે લાઈન નાખવાના હોય જેને લઇને કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને રેલવે ઓવરબ્રિજ 20 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે આજરોજ સવારે પૂજાવિધિ કરીને રેલવે ઓવરબ્રિજનું કામ કાજ તોડી ને ચાલુ કરી દીધું છે અને વલસાડ સીટીમાં એન્ટર થવા માટે ડાયવઝન આપ્યા છે અનુસાર મુંબઇથી આવતા જતા વાહનોને નેશનલ હાઇવે ૪૮ થી વલસાડ આવવા જવા માટે ૧. અતુલ પારનેરા પારડી હનુમાન મંદિરથી એલ.સી. ૯૬/૯૭ થઇ મગોદ/ વશીયર થઇ સિવિલ રસ્‍તા થઇને, ૨. નેશનલ હાઇવે ૪૮ થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ અંડરબ્રીજ થઇને તેમજ ૩. નેશનલ હાઇવે ૪૮ થઇને કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ આવવા/ જવાનું રહેશે.
સુરતથી આવતા જતા વાહનો નેશનલ હાઇવે ૪૮થી વલસાડ આવવા-જવા માટે ૧. કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ તથા ૨. નેશનલ હાઇવે ૪૮ થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ ગરનાળા થઇને વલસાડ આવતા રસ્‍તાનો ઉપયોગ કરી શકાશે.
ધરમપુરથી વલસાડ આવતા જતા વાહનો ૧. ધરમપુર ચોકડી થઇ નેશનલ હાઇવે ૪૮ થઇને અનુલ ચોકડી બ્રીજના નીચે થઇ અતુલ પારનેરા પારડી હનુમાન મંદિરથી એલ.સી. ૯૬/૯૭ થઇ મગોદ/ વશીયર થઇ સિવિલ રસ્‍તા થઇને, ૨. ધરમપુર ચોકડીથી નેશનલ હાઇવે ૪૮ થઇને ગુંદલાવ ચોકડી બ્રીજના નીચે થઇ છીપવાડ અંડરબ્રીજ થઇને તેમજ ૩. ધરમપુર ચોકડીથી નેશનલ હાઇવે ૪૮ થઇને કુંડી ફાટકથી દશેરા ટેકરી થઇને વલસાડ આવન-જાવન કરી શકશે.
આ રેલવે બ્રીજનું કામ કરનારા કોન્‍ટ્રાક્‍ટર/ કંપની દ્વારા સ્‍થાનિક પોલીસના સંપર્કમાં રહી ડાયવર્ઝનવાળી જગયાએ તથા ડાયવર્ઝન રૂટ ઉપર ટ્રાફિકનું નિયમન કરવા સારુ જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પર્યાપ્‍ત બંદોબસ્‍ત રાખવા અને સમયમર્યાદામાં નિયત કામગીરી પૂર્ણ કરવા પણ આ જાહેરનામા દ્વારા જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!