ગુજરાત એલર્ટ | વલસાડ
૭૬માં ગણતંત્ર દિવસના પર્વ નિમિત્તે વલસાડ ટપાલ વિભાગ દ્વારા વલસાડ હેડ પોસ્ટ કાર્યાલયે ડાક ચૌપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટપાલ વિભાગ દ્વારા આપવામાં આવતી બેન્કિંગ અને ઈન્સ્યુરન્સની વિવિધ સેવાઓની જાણકારી લોકોને આપવામાં આવી હતી. નાશિક હાઇવે પર માર્ગ અક્સ્માતમાં મૃત્યુ પામનાર જીતેન્દ્રભાઈ અશાર્યાના વારસદાર રૂપવતીબેન અશાર્યાને માત્ર ₹ ૫૪૫/- વાર્ષિક પ્રીમિયમમાં આપેલી ગ્રુપ એક્સિડન્ટ ગાર્ડ પોલિસી હેઠળ રૂ. ૧૦ લાખનો ચેક પોસ્ટ વિભાગના ડિવિઝન હેડ ચિરાગ મહેતા (IPoS) અને ડેપ્યુટી SP જી પી તલગાવકર દ્વારા આપવામાં આવ્યો હતો.
વલસાડ પોસ્ટ વિભાગ દ્વારા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસદારને રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ કરાયો
