વલસાડ
વલસાડ નગરપાલિકા દ્વારા આગામી ૧ લી જૂનથી 30 જૂન સુધી મિલકતવેરામાં મિલકત ધારકોને રિબેટ આપવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.
વલસાડ નગરપાલિકા હાઉસ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ રમણભાઈ રાઠોડે જણાવ્યું કે વલસાડ નગરપાલિકાના રહેવાસીઓને વર્ષ ૨૦૧૨-૧૩ ના વર્ષમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ ની કલમ -૨૭૧ હેઠળ મિલ્કત વેરામાં રીબેટ અને દંડના નિયમો -૨૦૧૦ બનાવેલ છે . તે અનુસંધાને વલસાડ નગરપાલિકા તરફથી તા .૦૧ / ૦૬ / ૨૦૨૧ થી . તા .૩૦ / ૦૬ / ૨૦૨૧ સુધી કુલ માંગણા નાં ૧૦ % પ્રમાણે રીબેટ ( વળતર ) આપવામાં આવશે . શિક્ષણ ઉપકરની રકમ ઉપર કોઈ રીબેટ ( વળતર ) આપવામાં આવશે નહી . તેમજ ત્રણ માસ પછી માંગણાબીલ ઈસ્યુ થયેથી ત્રણ માસ સુધી વળતર કે દંડ લાગુ પડશે નહીં . ત્યાર પછીના ઓક્ટોબર માસથી માસિક ૧,૫૦ % લેખે દંડ વસુલ લેવામાં આવશે . તેમજ વર્ષાતરે બાકી લેણાની રકમ ઉપર ૧૮ % દંડ / વ્યાજ ઉમેરવાનું રહેશે .