વલસાડ મોગરાવાડી તળાવમાં ગંદકી બાબાતે રજૂઆત કર્યા બાદ ગણતરીની કલાકમાં સાફ-સફાઈ થઈ ગઈ

વલસાડ
વલસાડ મોગરાવાડીમા આવેલુ તળાવમા છેલ્લા પાંચ થી છ દિવસથી દુર્ગંધ ફેલાતી હોય જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો હોય જેને લઇને વોડના સભ્યોએ વલસાડ નગરપાલિકા પ્રમુખ તથા સીઓને રજૂઆત કરી હતી રજૂઆત કયા બાદ ણતરીના કલાકોમાં સાફ-સફાઈ ચાલુ થઈ ગઈ હતી
વલસાડ મોગરાવાડી સુખી તલાવડી ઉપર આવેલું તળાવ માં છેલ્લા પાંચથી છ દિવસથી તળાવના ગદૂપાણી થી દુર્ગંધ ફેલાવતો હોય જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં લોકો ત્રાસી ગયા હતા જાહેર આરોગ્ય ને લક્ષમાં લઇ જાહેર હિતમાં કોઈ ગંભીર બીમારી તથા તળાવ માથી આવતી અસહ્ય દુર્ગંધ ને દુર કરી આજુ બાજુના રહીશોને સંભવિત ગંભીર બીમારી ,તથા રોગચારો ન ફેલાય તે માટે વલસાડ નગરપાલિકાના સભ્ય જાકીરભાઇ પઠાણ વિજયભાઈ પટેલ અને સંજયભાઈ ચૌહાણે વલસાડ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન કથા સીઓ જેયૂ વસાવાને રજૂઆત કરી હતી રજૂઆત ની ગણતરીની કલાકોમાં વલસાડ નગરપાલિકાના પ્રમુખ ,કિન્નરીબેન,ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર કાન્તીભાઈ પાલિકાના કર્મચારીઓ લઈને તળાવ પર પહોંચી ગયા હતા અને જાતે ઊભી રહીને ગંદકી દૂર કરાવી હતી જેથી પાલિકા સભ્યોએ પ્રમુખનો આભાર માન્યો હતો

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!