વલસાડ
વલસાડના ગુજરાત સમાચાર અખબારના પત્રકાર અપૂર્વ પારેખના પિતા શ્રી સુરેન્દ્રભાઈ પારેખનું આજે સવારે 76 વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ 7.52 કલાકે પોતાના નિવાસસ્થાને નિધન થયું છે.
સુરેન્દ્રભાઈ સાહિત્ય પ્રેમી હતા અને તેઓ સતત સાહિત્ય સાથેની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહેતા હતા. તેમનો વાંચન પ્રેમ પણ છેલ્લે સુધી અતૂટ રહ્યો હતો. વાંચન લેખનમાં સવિશેષ રુચિ હોવાને કારણે અનેક પત્રકારો સાહિત્યરસિકો સાથે તેમનો નિકટનો સંબંધ હતો. તેમનું સાદું જીવન પ્રેરણાદાયી રહ્યું હતું. હંમેશા પ્રફુલ્લિત રહેતાં સુરેન્દ્રભાઈના અવસાનથી તેમનાં પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો હતો. પિતાના અવસાન બાદ પુત્રો- વહુઓએ તેમની ચક્ષુઓનું દાન કરી સમાજ પ્રત્યેની અમૂલ્ય ફરજ અદા કરી હતી. તેમની અંતિમયાત્રા 10 નવેમ્બરને બુધવારે બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. જેમાં વલસાડ પાલિકાના માજી પ્રમુખ પંકજ આહિર, વલસાડ પાલિકાના ઉપપ્રમુખ કિરણ ભંડારી(બેટરી),
ડૉ. સિદ્ધાર્થ દેસાઈ, પાલિકા સભ્ય ઝાકીર પઠાણ, રેલવે યુનિયનના હુસૈન બેલીમ ઉપરાંત પત્રકારો હર્ષદ આહિર, ઉત્પલ દેસાઈ, નિમેષ પટેલ, હિરેન શાહ, હનિફ મહેરી, મુકેશ દેસાઈ, ચેતન મહેતાં, મયુર જોશી સહિત શહેરના અનેક અગ્રણીઓ જોડાયા હતા.