ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે તા. ૨૪ /૧૧ /૨૦૨૪ ના રોજ નવા વર્ષ નિમિત્તે વલસાડ જિલ્લાના યોગ પરિવારનું સ્નેહ સંમેલન અને યોગ સંવાદ કાર્યક્રમ કોળી પટેલ સમાજ વાડી, તિથલ રોડ, વલસાડ ખાતે યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા તિથલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી વિવેક સ્વરૂપજીએ આશીર્વચન આપ્યા હતા.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કો- ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીએ સમગ્ર ગુજરાત યોગમય બને અને ઘર ઘર યોગ પહોંચે એવી લાગણી વ્યક્ત કરી હતી. સાઉથ ઝોન કો- ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે અને જિલ્લા સંગઠનના મહામંત્રી કમલેશભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે યોગ વિદ્યાર્થી કાવ્યા યાદવે સ્વાગત ગીત રજૂ કર્યુ હતું. યોગ વિદ્યાર્થી કૃણાલ યાદવ અને ચિત્રાંગીનીબેન તેમજ તેમની ટીમે યોગ કૃતિ રજૂ કરી હતી. પ્રીતિબેન વૈષ્ણવે પોતાના કુશળ વ્યક્તિત્વથી કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે પતંજલિ દક્ષિણ ગુજરાત રાજ્યના મહિલા પ્રભારી તનુજાબેન આર્યા, લી ક્લબના પ્રેસિડેન્ટ કોકિલાશાહી હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લાના યોગ પરિવારના સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.