વલસાડ જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ મળી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ મેડિકલ કોલેજના કેમ્પસમાં સ્થિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે પીસી એન્ડ પીએનડીટી એક્ટ ૧૯૯૪ અન્વયે જિલ્લા એડવાઈઝરી કમિટીની મીટિંગ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી.
આ મીટિંગમાં ગત તા. ૧૦/૧૨/૨૦૨૪ના રોજ મળેલી મીટિંગની મિનિટ્સને બહાલી આપવામાં આવી હતી. આ સિવાય નવા રજિસ્ટ્રેશન માટે આવેલી અરજીઓ, રીન્યુઅલ માટે આવેલી અરજી અને કેન્સલેશન માટે આવેલી અરજીની ચકાસણી કરવામાં આવી હતી. પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ જમા થતી રજિસ્ટ્રેશન ફી ની નાણાકીય સમીક્ષા અને વર્ષ ૨૦૨૪-૨૫ના ક્રોસ વેરીફિકેશન રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષસ્થાનેથી રજૂ થતા કામોની ચર્ચા કરવામાં આવી હતી.
આ મીટિંગમાં વલસાડના સરકારી વકીલ ભરતભાઈ પ્રજાપતિ, ઈન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.પી.સિંઘ, આરસીએચઓ ડો. એ.કે.સિંગ, માઈક્રોબાયોલોજિસ્ટ હિરલ ગામીત, ધ્રુવા બાયફ એન.જી.ઓ.ના કલ્પનાબેન પટેલ, પીડિયાટ્રીશીયન ડો. ચિંટુ ચૌધરી, વલસાડ તાલુકા હેલ્થ ઓફિસર (ટીએચઓ) ડો. કમલ ચૌધરી, પારડીના ટીએચઓ ડો. પ્રકાશ રાઠોડ, વાપીના ટીએચઓ ડો. મૌનિક પટેલ, ધરમપુરના ઈન્ચાર્જ ટીએચઓ ડો. દિપાંકી પટેલ, કપરાડના ટીએચઓ ડો. મહેશ પટેલ, માહિતી શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજ પટેલ અને પીસી એન્ડ પીએનડીટીના પ્રોગામ આસિસ્ટન્ટ પાર્થસિંહ રાવરાણા સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!