ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યમાં આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા અને તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતની સામાન્ય/પેટા ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી મુક્ત ન્યાયી વાતાવરણમાં થાય અને વિષયવાર કામગીરીઓનું સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તે હેતુથી વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મીટિંગ મળી હતી. જેમાં કલેકટરશ્રીએ વિવિધ કામગીરીના અલગ અલગ ૧૫ નોડલ અધિકારીઓની નિમણૂંક કરી ચૂંટણી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. પાવર પોઈન્ટ પેઝન્ટેશન દ્વારા નોડલ અધિકારીઓને તેમની કામગીરી અને જવાબદારીઓ સમજાવવામાં આવી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્હા, વલસાડ, પારડી અને ધરમપુરના સર્વ પ્રાંત અધિકારી કમ રિટર્નિંગ ઓફિસર વિમલ પટેલ, નિરવ પટેલ અને અમિત ચૌધરી તેમજ આસિ. રિટર્નિંગ ઓફિસરો, નોડલ અધિકારીઓ અને ઝોનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે બેઠક મળી
