વલસાડ ડાંગના સાંસદ ડૉ. કે.સી.પટેલે હોસ્પિટલમાં રૂ. ૧.૨૦ કરોડની ગ્રાન્ટ ફાળવી

વલસાડ
હાલે ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે વલસાડ-ડાંગના સાંસદ શ્રી ડો.કે.સી.પટેલ જિલ્લાની ત્રણ અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં કુલ ૧.૨૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે.
વલસાડના સાંસદ શ્રી ડો.કે.સી.પટેલ દ્વારા આજરોજ વલસાડ જિલ્લાની જનતાની ચિંતા કરી હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ સારી રીતે વલસાડ જિલ્લાની જનતાને મળી રહે તેવા શુભ આશય સાથે ૧૭૮-ધરમપુર વિધાનસભા માટે ૨૦૧૯-૨૦ ની ગ્રાન્ટ ફાળવી છે. આ સાથે જ ૧૮૧-કપરાડા વિધાનસભા તેમજ ૧૮૨-ઉમરગામ વિધાનસભાની ત્રણ CHC માં ૪૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફળવવવામાં આવી છે. જેમાં ધરમપુર ખાતે આવેલ સામુહિક આરોગ્યકેન્દ્ર (CHC) ૪૦ લાખ, અટગામ ખાતે તેમજ કપરાડા સામુહિક આરોગ્યકેન્દ્ર(CHC) રોહીણા અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે (CHC)૪૦ લાખ, ભિલાડ ખાતે નોવેલ કોરોના વાઇરસ (covid-19)ની સારવાર ના હેતુસર દર્દીઓ માટે PSA (પ્રેશર સ્વીગ એડસોપશન) ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક ક્ષમતા-૨૫૦ લીટર/મિનિટ ની ફાળવણી અંગેનો પત્ર આજરોજ વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલ જિલ્લા આયોજન અધિકારી ને સુપ્રત કરાયો હતો. આ તકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ શ્રી રાજેશભાઈ ભાનુશાલી અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!