વલસાડ અને પારડી તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના તિથલ રોડ સ્થિત બીઆરસી ભવન ખાતે વલસાડ અને પારડી તાલુકા સમાવિષ્ટ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬૩ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ૫,૦૫,૦૦૦/- જેટલી રકમના વિવિધ પ્રકારના સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ પ્રકારના સાધનો જેવા કે વ્હીલચેર, સીપીચેર, એમ.આર. કીટ, હિયરીંગ એઈડ જેવા સાધનોનું લાભાર્થી વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

સાથે સાધન સહાય વિતરણ માટે એસેસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.અર્જુનભાઈ પટેલ, જિલ્લા કો-ઓર્ડીનેટર અમિતભાઈ રાવલ, બીઆરસી કો-ઓર્ડીનેટર મિતેશકુમાર અને સમગ્ર શિક્ષા આઈ.ઇ.ડી. સ્ટાફ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share this post

error: Gujarat Alert Content is protected !!