વલસાડ
વિશ્વ પર્યાવરણ દિન પર્યાવરણ દિન નિનીત્તે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ વધારવા અને લોકોમાં ઓક્સિજનની જાગૃતિ વધારવા ABVP વલસાડ દ્વારા લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે પહેલ કરવામાં આવી હતી. વલસાડ ABVP દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરના દરેક સર્કલ ઉપર ABVPના કાર્યકતાઓએ PPE કીટ પહેરી લોકોમાં જન જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ઘરવામા આવ્યો છે . વલસાડના તમામ સર્કલ ઉપર જન જાગૃતિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને વૃક્ષ વાવવા અને પર્યાવરણ બચાવવા લોકોને અપીલ કરી છે.
વલસાડ ABVP દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરના સર્કલ ઉપર કાર્યક્રમ કરવામાં આવ્યો
