વલસાડ અબ્રામા સોનાનાગર સોસાયટીમાં ચાલતું કુટણખાનું ઝડપાયું: ધરમપુરનાં બે ગ્રાહકોની ધરપકડ

વલસાડ
વલસાડ શહેરમાં અબ્રામા વિસ્તારમાં આવેલા સોનાનગરમાં પોલીસે રેડ કરી હતી. દેહવ્યાપાર ચલાવનાર બે તેમજ બે ગ્રાહકને એક ભોગ બનનાર સામે કાર્યવાહી કરી છે. છેલ્લા એક મહિનાથી મકાન ભાડે રાખીને ચલાવવામાં આવતો હતો.
વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલા સોના નગરમાં આવેલા યશકમલ બિલ્ડિંગમાં રૂમ નંબર 301 ને ભાડે રાખી છેલ્લા એક માસથી એક મહિલા દ્વારા દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ વડા એમ.એમ ચાવડાના માર્ગદર્શનથી વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ વી.ડી.મોરીની આગેવાનીમાં સિટી પોલીસની ટીમે ગોરખધંધા ઝડપી પાડ્યા હતા. આ બનાવ અંગેની બાતમી વલસાડ સીટી પોલીસના પીઆઇ વી.ડી. મોરીને થતા તેમના સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા પોલીસને રૂમમાંથી દેહવ્યાપારના કેટલાક સામાન મળી આવ્યા હતા. સાથે જ રૂમમાં બે ગ્રાહક એક ભોગ બનનાર યુવતી અને છેલ્લા એક માસથી રૂમ ભાડે રાખી દેહવેપાર સંચાલક આશાબેન જીતેન પ્રાણગોપાલ દાસ (ઉ.વ. ૪૦, મુળ રહે . શીબરામ બાતી, તા.કાંદી, જી મુજિંદાબાદ,પશ્ચિમબંગાળ, હાલ રહે . વાપી, ગુંજન, પેપીલોન હોટલ પાછળ, તા.વાપી, જી. વલસાડ ), કમલેશ વેણીભાઇ સોઢા, (ઉ.વ ૪૮, રહે . પંચવટી, મોગરાવાડી, તા.જી. વલસાડ, મુળ રહે . હવેલી શેરી, વાણંદ શેરી, તા.મહુવા જી . ભાવનગર)
જ્યારે ગ્રાહક તરીકે આવેલ નિર્મલ રમેશભાઇ પટેલ, (ઉ.વ ૩૧, રહે.ધરમપુર, મોટી ઢોલ ડુંગરી, તા.ધરમપુર,જી. વલસાડ) તેમજ શ્યામ રાજેશભાઇ પટેલ (ઉ.વ ૨૧ રહે . ધરમપુર, રાજમહલ રોડ, વિજયા લક્ષ્મી પેલેસ, તા.ધરમપુર, જી. વલસાડ, મુળ રહે . ગડવા, તા . માણાવદર, જી. જુનાગઢ) ની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી સોનાનગર જેવા રહેણાંક વિસ્તારમાં બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં કૂટણખાનું ચાલી રહ્યું હતું. હાલ તો પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!