વલસાડ અબ્રામાની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભગવાન શ્રીરામની પૂજાઅર્ચના સાથે ઉજવણી કરવામાં આવી

ગુજરાત એલર્ટ । વલસાડ
આપણા દરેકના હૃદયમાં રમે છે તે રામ.
રામ રાષ્ટ્રની સંસ્કૃતિ છે. રામ રાષ્ટ્રનું પ્રાણ છે. રામના મંદિરનો અર્થ ભારતનું નવનિર્માણ છે. આજરોજ અયોધ્યામાં અભિજીત મુહૂર્ત મૃગશિરા નક્ષત્રમાં બપોરે 12.20 વાગ્યે આદરણીય પીએમ શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે દરમિયાન સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અયોધ્યાપતી શ્રી રામની પૂજાઅર્ચના કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સ્કૂલમાં માતાજીના પ્રાંગણમાં ફૂલોની રંગોળી, આરતી, ભજન કરી શ્રીરામ ભગવાનને આવકાર આપવામાં આવ્યા હતા. ભગવાન રામને આવકારવા કરાયેલાં ભજનોથી સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!