વકીલે વલસાડનાં ખેલાડીઓને ઓલોમ્પિકમાં લઇ જવાં બીડું ઝડપ્યું: પ્રારંભિક તૈયારી રૂપે કર્યુ રણભૂમિ રમતોત્સવનું આયોજન

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાનાં ખેલાડીઓ જુદી જુદી રમતોમાં આગળ વધે અને આ ખેલાડીઓને ઓલોમ્પિકમાં લઇ જવાં ટ્રસ્ટના પ્રમુખ એવાં વલસાડનાં વકીલે બીડું ઝડપ્યું છે. વલસાડ જીલ્લામાં રમત-ગમત ઉત્સવ “ રણભુમિ” માં રમતપ્રેમી તથા બાળકોને સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરાઈ છે.

શ્રી સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ કાંપરી, દ્રારા વલસાડ જીલ્લા માટે રમત-ગમત મહોત્સવ “ રણભુમિ” નુ આયોજન કરેલ છે. જે તા. ૧૬/૧૦/૨૦૨૩ થી તા. ૧૮/૧૦/૨૦૨૩ ના રોજ સુધી આયોજન કરેલ છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૧૩/૧૦/૨૦૨૩ સુધીમાં નોંધણીની મુદત રાખવામાં આવેલી છે. જેમા ઓનલાઇન તથા ઓફલાઇન નોંધણી કરાવી શકશે. વલસાડ જીલ્લામાં રમતમાં પ્રતિભાશાળી રમતવીરોને ભવિષ્યમાં વલસાડ જીલ્લાને કે ગુજરાત રાજયનો ગૌરવ અપાવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે માટે વલસાડ જીલ્લાના તમામ નાગરિકો, પ્રતિભાશાળી વ્યક્તિઓ પોતાનું કૌશલ્ય બતાવી રમત-ગમત મહોત્સવમાં ભાગ ભજવે એ માટે રમત-ગમત મહોત્સવ “ રણભુમિ” નું આયોજન કરાયું છે. સ્પર્ધા માં ભાગ લેનાર તમામ ખેલાડીઓ વિના મુલ્યે ભાગ લઇ શકશે. ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર માટે વિના મુલ્યે બસ સુવીધા રાખવામાં આવેલ છે.‘રણભુમિ” માં વિજેતા થનાર રમતવીરોને યોગ્ય તાલીમ આપી મોટા લક્ષ્ય માટેનું આયોજન કરેલ છે. શ્રી સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ કાંપરી દ્રારા રમત-ગમત મહોત્સવ રણભુમિ” માં નીચે જણાવેલી તમામ રમતોનું આયોજન કરવામાં આવેલ છે. ૧. એથ્લેટિકસ, ૨. બેડમિન્ટન, ૩. ચેસ, ૪. ક્રિકેટ, ૫. હોકી, ૬. કબડ્ડી, ૭. કરાટે, ૮. ખોખો, ૯. સ્વિમિંગ, ૧૦. રસા ખેચ, ૧૧. વોલીબોલ. રમત-ગમત મહોત્સવમાં ભાગ લેનાર નાગરિકોએ વેબસાઇટ ( https://ranbhumi.in ) દ્રારા ઓનલાઇન નોંધણી કરાવી શકશે. અને રમત-ગમત વિશે કોઇપણ વધુ માહિતી મેળવવા માટે ચોથો માળ, સહકાર સદન, કચેરી રોડ, કોર્ટ બિલ્ડીંગ પાછળ, વલસાડ, તા.જી. વલસાડ ટ્રસ્ટની ઓફીસનો સંપર્ક કરી શકે છે.

શ્રી સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ કાંપરી દ્રારા રમત-ગમત મહોત્સવ “ રણભુમિ” ના સ્થાનો ૧. બી.એ.પી.એસ સ્વામિનારાયણ સ્કુલ અબ્રામા વલસાડ, તા.જી. વલસાડ.૨. માં રીસોર્ટ નંદાવલા, તા.જી. વલસાડ. વલસાડ જીલ્લામાં આયોજન કરવામાં આવેલ છે. રમત-ગમત મહોત્સવમાં મદદરૂપ થઇ સફળ બનાવવા માટે સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવેલ છે. રમત-ગમત મહોત્સવ “ રણભુમિ” સફળ બનાવવા માટે જરૂરી સાથ સહકાર આપવા શ્રી સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદમાં યોજવામાં આવી હતી.
આ પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના પ્રમુખ એવા એડવોકેટ કેયુર પટેલે જણાવ્યું હતું કે અમે આ આયોજન થકી ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા માંગીએ છીએ. રણભૂમિમાં જે વિજેતા થાય તેમને અમે કોચ દ્વારા મફતમાં ટ્રેનિંગ આપીશું. અને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમારાં ખર્ચે લઇ જશું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!