વલસાડ
ભારત સરકારના કેન્દ્રીય મંત્રી (રેલવે,ટેક્સ્ટાઇલ) દર્શનાબેન જરદોશની “જન આશીર્વાદ યાત્રા” વલસાડ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન ભદેલી ખાતે આવેલ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરાજીભાઈ દેસાઈ પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા અને યાત્રાને સંબોધન કર્યું હતું.
ભારત સરકારના કેન્દ્રીય મંત્રી (રેલવે,ટેક્સ્ટાઇલ) દર્શનાબેન જરદોશની “જન આશીર્વાદ યાત્રા” વલસાડ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો. સ્વ. મોરારજીભાઈ દેસાઈના કાર્યોને સ્મરણ કરી એમના દ્વારા દેશ અને ગુજરાતના વિકાસ કાર્યોને બિરદાવ્યા હતા. આ સાથેજ સ્વ.મોરારજી દેસાઈ જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તે ઓરડાની મુલાકાત કરી વિઝીટર બુકમાં એમનો અનુભવો અને સંદેશો પાઠવ્યા હતો.
આ તબબકે વિવિધ મોરચાઓ અને ભદેલી ગામના આગેવાનો તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ અને વન વિભાગના મંત્રી ગણપતભાઈ વસાવા, વન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રમણભાઈ પાટકર, વલસાડ જિલ્લાના સાંસદ ડો. કે.સી.પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી શીતલબેન સોની, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, માધુભાઈ કથીરિયા, કમલેશભાઈ પટેલ, શીલપેશભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ ચૌધરી, સીતાબેન નાયક, રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન વિભાગના સભ્ય લલિતભાઈ ગુગલીયા, રાજા ભાનુશાલી, ઇલિયાસ મલેક, જિલ્લા ભાજપના હોદેદારો તેમજ વિવિધ મોરચાના હોદેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.