ગુજરાત એલર્ટ । વલસાડ
ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ પરિવારના મિત્રો છેલ્લા ત્રણ મહીના પગારથી વંચિત છે. ડાંગ જિલ્લો એક આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો છે. અને ઘણા આદિવાસી ભાઈઓ બહેનો અને અન્ય વિસ્તારના લોકો ડાંગ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. જેમાં કોઈ પ્રકારનો બંદોબસ્ત હોઈ કે ડાંગ જિલ્લાની સુરક્ષા કરવાની હોઈ તે હંમેશા પોતાના પરિવારનું વિચાર્યા વગર અને ઠંડી હોઈ કે તડકો કે વરસાદ એની પરવા કર્યાવગર હાજર રહે છે. મળતી માહિતી અનુસાર છેલ્લા ત્રણ મહીનાથી વધારે મહિનાનો પગાર બાકી છે. તેમને ઘર પરિવાર ચલાવવા મુશ્કેલી પડી રહી છે. જેના અનુસંધાને ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી સમિતિના IT CELL ઇન્ચાર્જ મનીષભાઈ મારકણાની આગેવાનીમાં ડાંગ જિલ્લા કલેક્ટરને દિન 15 સુધીમાં પગાર ચૂકણી માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. સાથે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો ડાંગ જિલ્લાના પોલીસ મિત્રોને પગાર ન ચુકવવામાં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ તેમજ ધરણા પ્રદર્શન માટે ચીમકી આપી હતી.