ગુજરાત એલર્ટ । વલસાડ
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત વલસાડ જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા દક્ષિણ ઝોન કક્ષા અંડર-૧૪, ૧૭ અને ઓપન એજ વય જુથ હેન્ડબોલ બહેનો માટેની સ્પર્ધા આગામી તા. ૦૪/૦૩/૨૦૨૪ થી તા.૦૭/૦૩/૨૦૨૪ દરમ્યાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની દક્ષિણા વિદ્યાલય ખાતે યોજાનાર છે. વધુ વિગત માટે સપના રાઠોડનો મો.નં. ૭૬૯૮૦૭૩૬૧૬ અને ચેતસ પટેલનો મો.નં. ૯૦૧૬૦૯૩૫૪૯, ૮૧૫૪૦૧૧૪૭૫ પર સંપર્ક કરવો. સ્પર્ધામાં અંડર-૧૪ બહેનોએ તા.૦૪/૦૩/૨૦૨૪ના રોજ સાંજે ૦૫:૦૦ ક્લાક પછી રિપોર્ટિંગ કરવાનું રહેશે. જયારે સ્પર્ધા બીજા દિવસે સવારે ૦૮:૦૦ કલાકે શરૂ થશે. અંડર-૧૭ બહેનોએ તા.૦૫/૦૩/૨૦૨૪ના રોજ સાંજે ૦૫:૦૦ ક્લાક પછી રિપોર્ટિંગ કરવાનું રહેશે. જ્યારે સ્પર્ધા બીજા દિવસે સવારે ૦૮:૦૦ કલાકે શરૂ થશે. ઓપન એજ ગ્રુપના સ્પર્ધકોએ તા.૦૬/૦૩/૨૦૨૪ના રોજ સાંજે ૦૫:૦૦ ક્લાક પછી રિપોર્ટિંગ કરવાનું રહેશે. જ્યારે સ્પર્ધા બીજા દિવસે સવારે ૦૮:૦૦ કલાકે શરૂ થશે. જેની નોંધ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની હેન્ડ બોલ સ્પર્ધા તા. ૪ થી ૭ માર્ચ સુધી નારગોલમાં યોજાશે
